fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે મોલડી –વિઠ્ઠલપુર બ્રીઝ ,સી.સી.રોડ. પીક અપ બસ સ્ટેન્ડ તથા જાહેર શૌચાલય નું ખાતમુર્હત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ઘણા સમય થી સાવરકુંડલા તાલુકા ના મોલડી-વિઠ્ઠલપુર જવાના રસ્તે  બ્રીજ આવેલ હતો જે જર્જરિત હાલતમાં હતો અને લોકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેમને તાત્કાલિક ધોરણે સરકાર માં મંજુર કરવામાં આવેલ (૫૦.લાખ) તેમજ વિકાસ નાં કામ અર્થે ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી મોલડી ગામમાં સી.સી.રોડ (૨.૫ લાખ) તેમજ અવાર નવાર મોલડી ગામમાં પીકઅપ બસ સ્ટેન્ડ ની માંગણી હતી તે પણ પોતાની ગ્રાન્ટ માંથી ૨.૫ લાખ ફાળવેલ અને જાહેર શૌચાલય માટે ૨લાખ ૪ હજાર ની રકમ ફાળવીને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા મંજુર કરવામાં આવેલ હતા,  આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે આ તમામ વિકાસ નાં કામોનું ખાત મુર્હત કરવામાં આવેલ અને તેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા , પીઢ કોંગ્રેસ આગેવાન બાબુદાદા, દાનુબાપુ ખુમાણ, દીલીપગીરી મહત, હાર્દિકભાઈ કાનાણી માજી પ્રમુખ જીલ્લા પંચાયત તથા ભરતભાઈ ગીડા માજી ચેરમને શ્રી જીલ્લા પંચાયત, અશ્વિનભાઈ ધામેલીયા માજી કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત સાવરકુંડલા , ભૌતીક્ભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ, મોલડી સરપંચ શ્રી અફ્લાતુંનભાઈ ખુમાણ ,ધાર ઉપ સરપંચ શ્રી શિવરાજભાઇ ખુમાણ તેમજ લોક સરકાર ઇન્ચાર્જ શ્રી શિવરાજભાઇ ખુમાણ, બીચ્ચુભાઈ ખુમાણ, ચંદ્રેશભાઈ કાનપરિયા, લાલજીભાઈ કાનપરિયા, ભરતભાઈ ખુમાણ, રમેશભાઈ ખુમાણ, દીલુભાઈ ખુમાણ, છબીલ મહારાજ, રસીક્દાદા ગોર, મગનભાઈ ગજેરા (આંકોલડા) ઇન્દુભારથી, પ્રતાપભાઈ ખુમાણ, પ્રવીણભાઈ સાવલિયા (વિઠ્ઠલપુર) વગરે હાજર રહ્યા હતા,                   આમ પોતાના મતવિસ્તાર ના મોલડી ગામે  લોક ઉપયોગી અને જન હિતાર્થે વિકાસ નાં કામો ને ધ્યાને લઈને પોતાના ફંડ માંથી લોકોને સુવિધાઓ મળી રહે તેવા શુભ આશય થી ફંડ ની રકમ ફાળવી ને મોલડી ગામમાં કામો શરુ કરાવવામાં આવેલ છે

Follow Me:

Related Posts