fbpx
અમરેલી

અમરેલીમાં રવિવારે ધોળે દિ’એ જવેલર્સ શો રૂમમાંથી સોનાનાં અર્ધો ડઝન ચેઈનની લૂંટ ચલાવનાર ઝડપાયો

અમરેલીમાં રવિવારે ધોળે દિ’એ જવેલર્સ શો રૂમમાંથી સોનાનાં અર્ધો ડઝન ચેઈનની લૂંટ ચલાવનાર ઝડપાયો અમરેલી શહેરમાં ટાવર ચોક નજીક દાણા બજારમાં એમ. વિઠ્ઠલદાસ જવેલર્સમાંથી રવિવારે ધોળા દિવસે સોનાના ચેઈન નંગ-6 કિંમત રૂા. 3,84,000ની લૂંટ ચલાવી નાશી ગયો હતો. આ બનાવ પોલીસમાં જાહેર થતા જ જિલ્‍લા પોલીસ વડાએ નાકાબંધી કરવાનો હુકમ કરતા અને બનાવ અંગે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્‍ચાર્જ પી.આઈ. આર.કે. કરમટા તથાપી.એસ.આઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમે ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલના નંબર, જવેલર્સની દુકાનના સીસીટીવી ફુટેજ મેળવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ત્‍યારે આરોપી મહેન્‍દ્ર દેવુભાઈ વનાર રહે. હમીયાળી (તા. ઘોલેરા, જિ. અમદાવાદ) વાળાને અમરેલીના લાઠી રોડ ઉપરથી સોનાના ચેઈન નંગ-6 તથા ગત તા.3/1રના રોજ એટલે કે એક માસ પહેલા સુરેન્‍દ્રનગર ખાતે આવેલ સ્‍વામિનારાયણ જવેલર્સમાંથી આ જ પઘ્‍ધતિથી સોનાના ચેઈન નંગ-3ની લૂંટ કરી હતી તે મળી અમરેલીના 6 ચેઈન કિંમત રૂા. 3.84 લાખ, સુરેન્‍દ્રનગરના ચેઈન-1 કિંમત રૂા. 1,43,પ00, મોબાઈલ ફોન-1, રોકડ રકમ રૂા. 1પ00 તથા લંૂટમાં લેવાયેલ મોટર સાયકલ મળી રૂા. પ,પ4,000ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી મહેન્‍દ્ર દેવુભાઈ વનાર ખેતીકામ કરતો હોય, અને પોતાની ઉપર દેવું થઈ ગયેલ હોય, તે રકમ ચૂકવવા માટે થઈ આ લૂંટ કર્યાની કબુલાત પણ આપી હતી. આમ અમરેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ લંૂટના આરોપીને ઝડપી પાડયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/