fbpx
અમરેલી

સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લામાં સરપંચ સંવાદ “

કાર્યક્રમ યોજાયો , બહોળી સંખ્યામાં સરપંચોની હાજરી કાઠીયાવાડી પરંપરા મુજબ સરપંચો અને મહાનુભાવોને ભાતીગળ પહેરવેશ સાથે ખાટલા બેઠકમાં ખાટલા ઉપર બેસાડાયા અમરેલી જિલ્લાનાં સરપંચોનો ” સરપંચ સંવાદ ” કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો . આ કાર્યક્રમમાં સમગ્ર અમરેલી જિલ્લાનાં બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહયા . આ સરપંચ સંવાદ કાર્યક્રમની શરૂઆતમાં યુવાન અને ઉત્સાહી જિલ્લા ભાજપનાં પ્રમુખશ્રી કૌશીકભાઈ વેકરીયાએ તમામ સરપંચોને આવકાર્યા હતા . તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્રારા સહકારી સંસ્થાઓ દ્રારા સી.આર.પાટીલ નું સન્માન કરાયુ હતું . આ સરપંચ સંવાદ કાર્યક્રમમાં સરપંચો દ્રારા પોતાની વાત રજુકરી હતી . જેમાં નવાવાઘણીયા સરપંચ દક્ષાબેન બાબરીયા , આંબા સરપંચ જિજ્ઞેશ સાવજ , ધારી સરપંચ જિતુભાઈ જોષી , ખાંભા સરપંચ અમરીશભાઈ જોષી દ્રારા પોતાના ગામમાં સરકારશ્રીનાં સહકારથી થયેલા વિકાસનાં કામોની વાત રજુ કરી હતી . જયારે જિલ્લાનાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ અને તેનાં દ્રારા મળતા લાભોની વાત કરી હતી . ત્યાર બાદ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયાએ પોતાનાં પંચાયત મંત્રી તરીકેનાં કાર્યભાર વખતે જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતનાં બિલ્ડીંગનાં નવીની કરણની બાબતોની વાત કરેલ હતી . ત્યાર બાદ પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલાએ પોતાની આગવી શૈલી અને જુસ્સાદાર પ્રવચન સાથે નરેન્દ્રભાઈ મોદી નાં શાસનકાળ દરમ્યાનની અમદાવાદ થી લઈ સમગ્ર ગુજરાત રાજયમાં સુરક્ષાનો માહોલ બન્યો અને ખેડુતોને પોતાના ખેતરની ઉપજનો માલ ગુંડા તત્વો દ્વારા સીધે સીધો લઈ જવાતો હતો તેનાથી નરેન્દ્રભાઈ મોદીનાં આવવાથી છુટકારો મળેલ તે વાત રજુ કરેલ . ત્યાર બાદ સહકારી નેતા અને એન.સી.યુ.આઈ.ના ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણીએ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જયારે તે દસ વિભાગનાં પ્રધાન હતા ત્યારે ખેડુતોને નડતા કેટલાય કાયદાઓ રદ કર્યા હતા અને તેમાં ખાસ કરીને લેવીનો કાયદો જેનાથી ખેડુતોને ખૂબ જ નુકશાન થતુ હતું . તે કાયદા બાબતે વિસ્તૃત માહીતી સાથે કેન્દ્ર સરકારની યોજનાઓનાં વાત કરેલ હતી . રાજયનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ રાજય સરકાર દ્વારા હાલમાં ખેડુતો માટેની યોજના એટલે કે દીવસે વિજળી આપવાનો નિર્ણય કિસાન સૂર્યોદય યોજના બાબતે વાત કરેલ હતી . ત્યાર બાદ કાર્યક્રમનાં અધ્યક્ષ પ્રદેશ ભાજપનાં પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દ્રારા પેજ સમિતીની મહત્વતા અને પેજ પ્રમુખને કાર્ડ વિતરણ તેમજ પેજ પ્રમુખનાં કામની મહત્વતાની આત કરેલ સાથે સાથે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાં જાણવા માટે ઉપસ્થિત તમામને વોટસએપ દ્વારા યોજનાની માહીતી મળી રહે તે બાબતે વાત કરેલ . અને અમરેલીની અલગ કાઠીયાવાડી ભાતીગળ પાઘડીયો સાથે તમામ સરપંચો અને સ્ટેજ પરનાં મહાનુભાવોને ખરેખરખાટલા ઉપર બેસાડી સરપંચોની ખાટલા બેઠક કરેલ આવા અલગ પ્રકારનાં નિર્ણય બદલ જિલ્લા ભાજપની તમામ ટીમને અભિનંદન પાઠવેલ . આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સેલ્ફી પોઈટ ખાતે તમામ સરપંચો સાથે ફોટો પડાવી સરપંચોને સ્થળ પર જ ફોટો અર્પણ કરેલ . સરપંચો દ્રારા પણ સી.આર.પાટીલનું સન્માન કરવામાં આવેલ જેમાં મંજુલાબેન ચાવડા , કૈલાશબેન સતાસીયા , રમાબેન હીરપરા , ગજરાબેન લાલુ , નિતાબેન પાથરે સન્માન કર્યુ હતું . આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપની ટીમ સાથે મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા , પીઠાભાઈ નકુમ , ધારાસભ્ય જે.વી.કાકડીયા , પુર્વ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી , વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , વાલજીભાઈ ખોખરીયા , મનસુખભાઈ ભુવા , સહકારી આગેવાન મનીષ સંઘાણી , અશ્વિનભાઈ સાવલીયા , જયંતીભાઈ પાનસુરીયા , ચેતનભાઈ શીયાળ , જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હીરેન હીરપરા , ડો.કાનાબાર , મનસુખભાઈ સુખડીયા , પ્રાગજીભાઈ હીરપરા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ , બાલુભાઈ તંતી , રવુભાઈ ખુમાણ , કમલેશભાઈ કાનાણી તથા જિલ્લા ભાજપ ટીમ , તાલુકા ભાજપના પ્રમુખ , મહામંત્રીશ્રીઓ , જિલ્લા મોરચાના પ્રમુખ , મહામંત્રીશ્રીઓ , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત અને નગરપાલીકાનાં સભ્યશ્રીઓ હાજર રહયા હતા . તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/