fbpx
અમરેલી

જમીન પચાવી પાડનાર ભુમાફિયાઓ માટે નવા ધડાયેલ કાયદા હેઠળ “ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા – ર ગામે સરકારી જમીનનું કૌભાંડ કરનાર ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો

. ‘ ગુજરાત સરકારશ્રી દ્વારા જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા અને જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ” ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન ) એક્ટ -૨૦૨૦ ” નામનો નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે , આ કાયદા અનુસાર જો કોઇ વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ સરકારી , ધાર્મિક સંસ્થા કે અંગત માલિકીની જમીન પચાવી પાડીને તેને વેચે , અન્ય કોઇને સોંપે , વેચાણ હેતુ જાહેરાત આપે કે આ હેતુથી કબજામાં લે , બીજાને જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરે , પોતે આવી જમીનનો ઉપયોગ કરે કે અન્યને ઉપયોગની પરવાનગી આપે , તેના પર મકાન ચણવાના કરારોમાં શામેલ થાય અને પોતે કે અન્ય વ્યક્તિઓ મારફતે આ પ્રવૃત્તિઓ કરાવે , તેવી વ્યક્તિઓ ઉપરાંત જમીનનો ગેરકાયદેસર કબ્બો લેનાર , આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર , તેમજ ભોગવટેદારો પાસેથી ધાક – ધમકીથી ભાડું , વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે . આવા જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ 10 થી 14 વર્ષની જેલ તથા જમીનની જંત્રી સમાન દંડની જોગવાઇઓ રાખવામાં આવેલ છે . આ કાયદાની જોગવાઇઓ અનુસાર જો એવું માલૂમ પડશે કે , જમીન પચાવી પાડવાના ગુન્હામાં કોઇ કંપની શામેલ છે , તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુન્હો લાગુ પડશે . સરકારશ્રી દ્વારા દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટની રચના કરી , આવા ખટલો ચલાવવામાં આવનાર છે , $ ફરિયાદની હકીકતઃ રાજુલા તાલુકાના મોજે રામપરા – ર ગામના સર્વે નં . – ૪ ર પૈકીની સરકારી પડતર જમીનમાંથી જે તે સમયે સાંથણીમાં કાયમી ધોરણે ફાળવવામાં આવેલ . ત્યારબાદ ઉપરોક્ત જમીનના ખાતેદારોએ હાલની સ્થિતિએ સાંથણીવાળી જમીનોના વેચાણ દસ્તાવેજો કરી આપેલ . ઉક્ત જમીનો વેચાણ કરવામાં પ્રથમ વેચાણ દસ્તાવેજમાં ચર્તુદિશા અહેવાલમાં જણાવ્યા મુજબની છે . ઉક્ત સાંથણીવાળી જમીનના કજા પાવતી મામલતદાર કચેરીના રેકર્ડ તથા સાંથણીદાર પાસેથી મળી આવેલ નથી , પરંતુ ત્યારબાદ થયેલ ઉક્ત જમીન પૈકીના વેચાણ દસ્તાવેજમાં જણાવેલ ચદિશા , અગાઉના દસ્તાવેજની ચર્તુઃદિશા કરતા અલગ જણાય છે . જેથી આરોપીઓ ( ૧ ) નાજાભાઇ અરજણભાઇ વાઘ , રહે.રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલી ( ૨ ) અરજણભાઇ વાજસુરભાઇ વાઘ , રહે.રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલી ( ૩ ) કાળુભાઇ ગાંડાભાઇ વાઘ , રહે.રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલીનાઓએ સાંથણીની ખરીદ કરેલ જમીન કરતાં વિપરીત જગ્યાએ જાહેર માર્ગને અડીને સારા લોકેશન ધરાવતી જગ્યાએ , મલીન ઇરાદાથી , જુદી – જુદી ચર્તુ દિશાઓ દર્શાવી , સરકારશ્રીની બિન આકારી પડતર જમીનનું વેચાણ કરી , સાંથણીવાળી ખરીદ કરેલ જમીનમાંથી , પાંચ લાખ ટનથી વધુ માટીનું ખોદકામ કરી , આ જમીન પર પ ૦ થી ૬૦ ફુટ ઉંડુ તળાવ બનાવી , સરકારની કિંમતી જમીનમાં પોતાની કોઇપણ જાતની કાયદેસરની માલિકી ન હોવા છતાં , પોતાની માલિકી બતાવી , ખોટી ચર્તુ : સીમાના આધારે , કોન્ટ્રાન્સ લોજીસ્ટીક પ્રાઈવેટ લિમીટેડ તથા બોક્ષ ટ્રાન્સ લોજીસ્ટીક પ્રાઈવેટ લિમીટેડ કંપનીઓને ગેરકાયદેસર તથા અનઅધિકૃત રીતે ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી , ઠગાઈ કરવાના હેતુથી , સરકારશ્રી સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી , ખોટા દસ્તાવેજ હોવાનું જાણતા હોવા છતાં , તેનો ખરાં તરીકે ઉપયોગ કરી , ગુનાહિત કાવતરું રચી , સરકારી જમીનનું કૌભાંડ આચરેલ છે .

નાયબ કલેક્ટરશ્રી રાજુલાનાઓએ અરજદાર સનાભાઇ ગલાભાઇ વાઘ , રહે.રામપરા -૨ , તા.રાજુલા વાળાની અરજી આધારે ઉપરોક્ત હકીકત અંગે તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી , રાજુલાનાઓ મારફતે તપાસ કરાવતો , આરોપીઓએ સરકારી જમીન પચાવી પાડી , જમીન કૌભાંડ આચરેલ હોવાની હકીકત જણાઈ આવતાં , યોગ્ય તપાસ થયા બાદ અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી.આયુષ ઓક સાહેબનાઓ તરફથી આરોપીઓ ( ૧ ) નાજાભાઇ અરજણભાઇ વાઘ , રહે . રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલી ( ૨ ) અરજણભાઇ વાજસુરભાઇ વાઘ , રહે . રામપરા -૨ , તા.રાજુલા જિ.અમરેલી ( ૩ ) કાળુભાઈ ગાંડાભાઇ વાઘ , રહે.રામપરા -૨ , તા.રાજુલા જિ.અમરેલી વાળાઓને ” ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન ) એક્ટ -૨૦૨૦ * ની કલમ ૨ ( ) મુજબ જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ ગણી , તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવા તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી , રાજુલાનાઓને નિયુક્ત કરતાં , શ્રી.કે.આર.ગઢીયા , તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ , રાજુલાનાઓએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર થવા ફરિયાદ આપતાં , મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૪ પર ૧૦૦૧ , ” ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન ) એક્ટ -૨૦૨૦ ” ની કલમ- ૪ ( 3 ) , પ ( ગ ) , ૫ ( ઘ ) તથા ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ , ૧૨૦ ( બી ) મુજબનો ગુન્હો રજી . કરવામાં આવેલ છે , ગુન્હો રજી . થયા બાદ ત્રણેય આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે . હું આરોપીઓઃ ( ૧ ) નાજાભાઇ અરજણભાઇ વાધ , રહે . રામપરા -૨ , તા.રાજુલા , જિ . અમરેલી ( ૨ ) અરજણભાઇ વાજસુરભાઇ વાઘ , રહે . રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલી ( ૩ ) કાળુભાઈ ગાંડાભાઇ વાઘ , રહે . રામપરા -૨ , તા.રાજુલા , જિ.અમરેલી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓ દ્વારા ” ધ ગુજરાત લેન્ડ ગેબિંગ ( પ્રોહિબિશન ) એક્ટ -૨૦૨૦ ” હેઠળ રજી . થયેલ સદરહું ગુન્હાની તપાસ માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવેલ છે , આ ટીમમાં ( ૧ ) મુખ્ય તપાસ અધિકારી શ્રી.કે.જે. ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક , સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા ( ર ) સહાયક તપાસ અધિકારી શ્રી.જી.આર.રબારી , સર્કલ પો.ઇન્સ . ધારી સર્કલ ( ૩ ) સહાયક તપાસ અધિકારી શ્રી.જી.જે.રાવત , પોલીસ ઇન્સ . જાફરાબાદ મરીન પો.સ્ટે . ( ૪ ) સહાયક તપાસ અધિકારી શ્રી.ડી.એ.તુવર , પો.સ.ઇ. પીપાવાવ મરીન પો.સ્ટે.નાઓની નિમણુંક કરવામાં આવેલ છે , અને આ ગુન્હાના કામે સઘન તપાસ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/