fbpx
અમરેલી

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી

ગુજરાતમાં પ4 લાખ કરતાં વધારે ખેડૂતો અને 68 લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજયમાં આજે ખેત ઉત્‍પાદન મોંઘુ થતું જાય છે, પોષણક્ષમ ભાવનો અભાવ છે,      વીજળી-સિંચાઈના મોંઘા દર, મોંધા ખાતર-બિયારણ-ઓજારનાં કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતમજદૂર હવે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોને બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર નનૈયો ભણે છે. ખેતમજદૂરોને સાંથણીની જમીન આપવાની વ્‍યવસ્‍થા જે વર્ષોથી ચાલતી હતી તેને સદંતર બંધ કરી દેવામાં આવી છે. નાના માણસને છાપરૂં બનાવવા માટે 100 ચો.વારનો મફત પ્‍લોટ જોઈતો હોય તો ભાજપ સરકાર નનૈયો ભણે છે, બીજી બાજુ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશનના નામે મુખ્‍યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો ગુજરાતમાં આરંભ થયો છે. રાજય સરકારના આવા નિર્ણયની આકરી ટીકા કરતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં સરકારી ખરાબા, પડતર અનેગૌચર સહિત 1000 કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો ભૂતકાળમાં પોતાના મિત્રોને રૂા. 1 ના ટોકનદરે ધરી દીધી છે. હવે જમીન વેચવાની બાકી નથી રહી. ખેડૂતોને ખેતરમાં પાણી નથી મળતું ત્‍યારે ઉદ્યોગોમાં સરકાર જોઈએ તેટલું પાણી ઉપલબ્‍ધ કરાવે છે. ખેડૂતોને ખેતરમાં વીજળી મળતી નથી ત્‍યારે ઉદ્યોગપતિઓના કારખાના ર4 કલાક ધમધમે એવી વ્‍યવસ્‍થા ભાજપ સરકાર કરે છે. આજે નાના ખેડૂતોને પરસેવો પાડવો છે પરંતુ તેની પાસે જમીન પર્યાપ્‍ત નથી. ખેતમજદૂરને પરસેવો પાડવો છે તો તેની પાસે જમીન ખેડવાના અધિકાર નથી. હવે ભાજપ સરકાર ગુજરાતની રાજકીય સંપત્તિ, ગુજરાતની પ્રજાની સંપત્તિ સમાન પ0,000 હેકટર જેટલી સરકારી ખરાબા અને પડતરની જમીનો માત્ર રૂા. પ00 પ્રતિ એકરનાં ભાવે 30 વર્ષના લાંબા ભાડાપટ્ટે લીઝ ઉપર આપવાનું ષડયંત્ર કર્યુ છે. આ યોજના અંતર્ગત ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્‍યકિતઓ, સંસ્‍થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવાશે. આ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન નહીં મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર છે. વિરોધપક્ષના નેતાએ જણાવ્‍યં હતું કે, ગુજરાતમાં કૃષિ ક્રાંતિને નવી દિશા આપવી જ હોય તો ખેડૂત- ખેતમજદૂરોને સરકારે જમીન આપવીજોઈએ. લાખો પરિવાર કે જે છાપરા વિહોણા છે તેમની 100 ચો.મવારના પ્‍લોટની માંગણીઓ મંજૂર કરવી જોઈએ. ખેડૂતોને પાણી માટે થઈને બે ગુંઠા જમીન આપતા સરકારને આલ આવે છે અને બીજીબાજુ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પ0,000 હેકટર જમીન પાણીના ભાવે લુંટાવવાનું ષડયંત્ર રચ્‍યું છે. ત્‍યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો-ખેતમજદૂરો-ગરીબ-ગામડા હવે આ લડાઈને આગળ ધપાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/