fbpx
અમરેલી

અમરેલી માં બહેનો માટે બ્રેસ્ટ કેન્સર અને સ્વાસ્થય જાગૃતિ માટે સેમિનાર યોજાશે

અમરેલી માં બહેનો માટે બ્રેસ્ટ કેન્સર અને સ્વાસ્થય જાગૃતિ માટે સેમિનાર યોજાશે.
અમરેલીમાં સ્વાસ્થય જાગૃતિ અભિયાન અંતર્ગત સૌથી મોટો પ્રયાસ કરી રહેલા ડૉ. સ્વાતીબેન ત્રિવેદી “શિવશક્તિ હોસ્પિટલ” અમરેલી દ્વારા બ્રેસ્ટ કેન્સર જેવા જીવલેણ રોગ સામે જાગૃતિ લાવવા માટે પાયાની સમજણ મળી રહે અને તંદુરસ્ત મહિલા અને તંદુરસ્ત સમાજ જીવન ની રચના થાય તે માટે નો  અમૂલ્ય સેમિનાર થવા જઇ રહ્યો છે. આ સેમિનાર માં જામનગર થી ડો. શિલ્પાબહેન ચુડાસમા મેડમ ખાસ ઉપસ્થિત રહી અને બહેનો ને બ્રેસ્ટ કેન્સર વિષય પર પાયાની સમજ આપી અને માર્ગદર્શન પૂરું પાડશે આજના આધુનિક જીવનશૈલી ના સમય માં આ પ્રકારના માર્ગદર્શક સેમિનાર ની ખૂબ અગત્યતા છે. ત્યારે જાણીતા તબીબ અને Radiologist ડો. સ્વાતિ મેડમ દ્વારા આયોજિત આ નવીનત્તમ પ્રકારની પહેલ ની ખૂબ પ્રશંશા થઈ રહી છે. આ નવીનત્તમ પ્રકાર ના વિચાર અને સેમિનાર ના આયોજન માટે સમગ્ર અમરેલી જિલ્લા ની માતાઓ અને બહેનો વતી ડો. કલામ ઇનોવેટિવ વર્ક્સ  અમરેલી ની ટીમ ડો. સ્વાતિબહેન ત્રિવેદી ને અભિનંદન આપવાની સાથે આભાર વ્યક્ત કરે છે.

Follow Me:

Related Posts