ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં ૬ વેપારીઓને કુલ ૨ લાખનો દંડ
અમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ ૬ કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ ૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં થયેલી ચકાસણી દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારના વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ ટેસ્ટ કરવામા આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી ચણાના પેકીંગ, કિસાન મસાલાના ઈડલી મિક્સ પેકીંગ, બ્રેડ પકોડા પેકીંગ, પીંકલ મુરબ્બા પેકીંગ, રજવાડી ચેવડોના પેકીંગ અને મિક્સ મિલ્કના નમૂનાઓ નાપાસ તથા સબ સ્ટાન્ડર્ડ/ મિસ બ્રાન્ડેડ જાહેર થતા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા આ ૬ કેસોમાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વેપારીઓ પાસેથી રૂ. ૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Recent Comments