fbpx
અમરેલી

કેન્‍દ્રિય બજેટમાં મોંઘવારી અને બેરોજગારનું કોઇ નિરાકરણ નથી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નિવેદન

કેન્‍દ્રીય બજેટ વધુ એક વખત દેશની જનતા સાથે છેતરપીંડી સમાન હોવાની પ્રતિકિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્રિય બજેટ મોઘવારી, બેરોજગારી, અસમાનતા વધારનારુ છે. દર વર્ષે બે કરોડ નોકરીઓનું સર્જન એટલે કે સાત વર્ષમાં 14 કરોડ નોકરીની વાત કરનાર મોદી સરકારમાં એક વર્ષમાં 7.પ કરોડ લોકોએ નોકરી, રોજગાર ગુમાવ્‍યા છે.કેન્‍દ્રીય બજેટથી દેશમાં અસમાનતામાં વધારો થશે. સામાન્‍ય અને મઘ્‍યમ વર્ગ મોંઘવારીમાં કચડાઈ જશે. શું આ મોદી સરકારના અચ્‍છે દિનના વાયદા છે ? નાણાં ફાળવણી નહી અને રોજગારની વાતો નહી, આ તો કેવું બજેટ ? અગાઉના પાંચ વર્ષના બજેટમાં કરેલી જાહેરાત ફરીથી યોજના તરીકે જાહેરાત કરવામાં આવી. એક તરફ રેલ્‍વેનું ખાનગીકરણ તરફ આગળ વધતી કેન્‍દ્ર સરકાર આંકડાઓની માયાજાળ રચી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં રેલ્‍વેનો જાહેરાતોમાંથી 70 ટકા બજેટમાં રેલ્‍વેની વિવિધ જાહેરાતો માત્ર કાગળ ઉપર જ છે. સરકારી નફા કરતી કંપનીઓને વેચવાનો કારસો છે. એલ.આઈ.સી.ના ભોગે ખાનગી વિમા કંપનીઓને નફો કરાવવા કેન્‍દ્ર સરકારની રમત છે. પ્રદુષણ સતત વધી રહ્યું છે તેને રોકવામાં કેન્‍દ્ર સરકાર નાકામ તેની કબૂલાત કરી. એક તરફ કોંગ્રેસનાશાસનમાં નફા કરતા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપી રહી છે. મોદી સરકાર અને બીજીબાજુ નવા એરપોર્ટોની જાહેરાતો કરે છે. રેલ્‍વે, એલ.આઈ.સી., બી.એસ. એન.એલ., બીપીસીએલ, સહિતના નફા કરતા જાહેર સાહસો વેચવાનું શરૂ કર્યું અને હવે રસ્‍તાઓ અને હાઈવે ઉદ્યોગપતિઓને સોંપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/