fbpx
અમરેલી

કેન્‍દ્રિય બજેટથી આમ આદમીને નહીં ખાસ આદમીને થશે ફાયદો : જિલ્‍લા કોંગી પ્રમુખ ડી. કે. રૈયાણી

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ કેન્‍દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવેલ છે કે મોદી સરકારનું બજેટ સરકારના માનીતા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતું બજેટ છે. આ બજેટમાં કોરોનાના કહેરમાં પાયમાલ થયેલ ખેડૂતો, નાના ઉદ્યોગ, વેપારીઓ અને બેરોજગાર થયેલ મજૂર અને મઘ્‍યમ વર્ગની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. કરોડો અબજોના બણગાં ફૂંકતી નરેન્‍દ્ર મોદી સરકારે ન તો વીજબિલ માફ કર્યા, ના સ્‍કૂલ ફી, ખેડૂતો- વેપારીઓ કે મઘ્‍યમ વર્ગના લોનના હપ્તા કે વ્‍યાજ માફ ન કર્યા.

આવકવેરા સ્‍લેબ પણ યથાવત રાખી મઘ્‍યમ વર્ગ નોકરિયાતને કોઇ રાહત આપી નથી. કોરોનાવાયરસની રસી દેશની સમગ્ર જનતાને મફત આપવા કોંગ્રેસે માંગણી કરેલ છે તે બાબતે કોઈ જાહેરાત ન કરી જનતાને ફરી હથેળીમાં ચાંદ બતાવેલ છે.

બજેટ પહેલા દેશનીજનતાને પેટ્રોલ ડીઝલ અને ગેસના અસહ્ય ભાવ વધારાને આપી દીધો છે જે જનતા  સારી રીતે જાણે છે. ટૂંકમાં પોતે જાતે જ પોતાની પીઠ થાબડી બજેટને સારું કહે છે હકીકતમાં બજેટ આમ જનતા લક્ષી નથી. અસહ્ય મોંઘવારી ઘટાડવા કોઈ પગલા આ બજેટ માં લીધેલ નથી. આ બજેટ માત્ર ઉદ્યોગપતિના ફાયદાનું જ ગણાય અને આગામી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં જનતાનો વળતો જવાબ આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/