fbpx
અમરેલી

લીલીયા, ખાંભા, કુંકાવાવ અને ધારી ખાતે જેટીંગ મશીન શોભાનાં ગાંઠીયાસમાન

લીલીયા, ખાંભા, કુંકાવાવ અને ધારી ખાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં સ્‍થાનિક ગામ પંચાયતને સાધનોનો અભાવ નડી રહૃાો છે. થોડા દિવસો પહેલા મોટા ઉપાડે સરકારે જેટીંગ મશીનની ફાળવણી કરી પરંતુ તે માટે જરૂરી 60 જ.નું ટ્રેકટર કોઈ ગામ પંચાયત પાસે નથી એટલે જેટીંગ મશીન શોભાના ગાંઠીયા સમાન બન્‍યું છે.

આ અંગે લીલીયાનાં સરપંચ હીરાબેન ધામતે સાંસદને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, જેટીંગ મશીનનું આરટીઓ પાસીંગ થઈ ગયું છે. ત્‍યારે આ મશીનના ઓપરેટીંગ માટે અમોએ રજૂઆત કરતા તંત્ર ઘ્‍વારા અને કંપની ઘ્‍વારા જણાવવામાં આવે છે કે, 60 જ.નું ટ્રેકટર ગ્રામ પંચાયત લઈને આવે. 60 જ.નું ટ્રેકટર લીલીયા, ખાંભા, કુંકાવાવ કે ધારી કોઈપણ ગ્રામ પંચાયત પાસે નથી. લીલીયા ગ્રામ પંચાયત પાસે 40 જ.નુંટ્રેકટર છે. આવું જ જેટીંગ મશીન સાવરકુંડલામાં 40 જ. ના ટ્રેકટરથી ચાલે છે. ત્‍યારે ગ્રામ પંચાયત 60 જ.નું ટ્રેકટર કે જે 1રથી 13 લાખ રૂપિયાની કિંમતનું થાય તે કયાંથી વસાવે. આમ અત્‍યારે તો આ જેટીંગ મશીન કોઈપણ કામ વગરનું થઈ ગયું છે અને જિલ્‍લા પંચાયત અમરેલીમાં પડેલ છે. લોકો અમોને પુછપરછ કરે છે તેથી યોગ્‍ય સુચના આપવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/