fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં રેલ્‍વે સુવિધા વધારવામાં નહી આવે તો આંદોલન : ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર

કોરોના મહામારીને હિસાબે લોકડાઉન ટાઈમથી અમરેલી જિલ્‍લાને રેલ્‍વે બાબતમાં સુવિધા નહીવત છે તે પણ બંધ કરેલ છે.

ઢસાથી વેરાવળ જતી- આવતી ટે્રન, ખીજડીયાથી જુનાગઢ જતી-આવતી ટ્રેન, મહુવાથી બાંદ્રા જતી-આવતી ટ્રેન તેમજ દરેક પેસેન્‍જર ટ્રેનનાં રૂટ હાલ બંધ કરેલ છે તે હવે તમામ રૂટની ટ્રેન તાત્‍કાલીક અસરથી ચાલું કરવી જરૂરી છે.

ટ્રેન વ્‍યવહાર બંધ હોય પેસેન્‍જરને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. જેમાં સીનીયર સીટીઝન તથા બાળકો, બહેનોને લાચાર બની એસ.ટી. અથવા પ્રાઈવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેમાં ખર્ચ પણ વધારે રહે છે અને જીવનું  જોખમ રહે છે.વેપારીઓને માલસામાન મંગાવવામાં પણ પુરી તકલીફ પડે છે તો ગુડઝ ટ્રેન ચાલું કરવી જરૂરી છે.

જો આ બાબતે તાત્‍કાલીક અસરથી નીવેડો નહી આવે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ખીજડીયાથી અમરેલી બ્રોડગેજ લાઈન આપવા પણ અમરેલી ડિસ્‍ટ્રસકટ ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ ચતુરભાઈ અકબરીએ સાંસદ સમક્ષ માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/