fbpx
અમરેલી

ક્ષત્રિય સમાજને સાંસદ અને ધારાસભ્‍યોનું સમર્થન

સાવરકુંડલાનાં લુવારા ગામની ઘટનાને લઈને નેતાઓ આવ્‍યા મેદાનમાં

સાંસદ કાછડીયાએ ગૃહમંત્રીને મોબાઈલમાં વાત કરીને પોલીસની કામગીરીની ટીકા કરી ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યુ

ધારાસભ્‍ય વિરજી ઠુંમરે પણ ક્ષત્રિય સમાજની દીકરીને થયેલ અન્‍યાય અંગે દુઃખ વ્‍યકત કર્યુ

રાજકીય આગેવાનોએ ક્ષત્રિય સમાજને કરેલ સમર્થનની ઓડિયો કલીપ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઈ

સાવરકુંડલાનાં લુવારા ગામે આરોપીને ઝડપવા ગયેલ પોલીસની કામગીરીનું મોબાઈલમાં રેકોર્ડીંગ કરીને વાયરલ થયાની ઘટના બનતા પોલીસે ક્ષત્રિય સમાજની દીકરી વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધી નિયમ વિરૂઘ્‍ધ ધરપકડ કરતાં ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ ઉભો થયો છે.

ગઈકાલે લુવાર ગામે ક્ષત્રિય સમાજનાં આગેવાનો મોટી સંખ્‍યામાં આવી પહોંચ્‍યા હતા અને પોલીસની કામગીરી વિરૂઘ્‍ધ નારાજગી વ્‍યકત કરી હતી અને નિર્દોષ વ્‍યકિત વિરૂઘ્‍ધ થયેલ ગુન્‍હા સામે રોષ દર્શાવ્‍યો હતો.

દરમિયાનમાં ક્ષત્રિય સમાજે જિલ્‍લાનાં રાજકીય આગેવાનોને ચિત્ર સ્‍પષ્‍ટ કરવા જણાવતા સાંસદ નારણભાઈ કાછડીયાએ રાજયનાં ગૃહમંત્રીને મોબાઈલ કોલ કરીને પોલીસે ક્ષત્રિય સમાજની દીકરીનેઅન્‍યાય કર્યો હોવાની ફરિયાદ કરી હતી તેમજ પોલીસ વિભાગની કામગીરી અંગે નારાજગી વ્‍યકત કરી હતી.

બીકાઠી ક્ષત્રિય સમાજ જે કાંઇ કાર્યક્રમ કરશે તેમાં સાથે રહીશજી તરફ ધારી-બગસરાનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ પણ ક્ષત્રિય સમાજની દીકરીને થયેલ અન્‍યાય અંગે નારાજગી વ્‍યકત કરીને ક્ષત્રિય સમાજ જે મદદ માંગશે તે આપવાની ખાત્રી આપી હતી.

લાઠીનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે પણ ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યુ હતું અને ગૃહમંત્રી અને વિધાનસભામાં પોલીસની કામગીરી અંગે રજૂઆત કરશે તેવું આશ્‍વાસન જાહેર કર્યુ હતું.

ઉપરોકત ત્રણેય રાજકીય આગેવાનોએ આપેલ સમર્થનની ઓડિયો કલીપ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતાં ક્ષત્રિય સમાજે ત્રણેય આગેવાનોનો આભાર માન્‍યો હતો અને આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજનાં મળનાર મહાસંમેલનમાં પણ સહકાર આપવા જણાવ્‍યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/