લીલીયામોટા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી દ્વારા મૃતક સભાસદનાં પરિવારને સહાય

લીલીયા મોટા ક્રેડીટ કો.ઓ. સોસાયટીનાં પોતાના નફામાંથી સભાસદો માટે કલ્યાણ ફંડ ઉભુ કરેલ છે. તેમાંથી કોઈપણ સભાસદ કોઈપણ પ્રકારે અવસાન પામે તો તેમના વારસદારને રૂા. રપ000ની સહાય કરવામાં આવે છે. ચાલું વર્ષમાં સભાસદ સ્વ. વલ્લભભાઈ જેરામભાઈ કિકાણી તેમજ સ્વ. કનુભાઈ નાનજીભાઈ શિંગાળા તથા સ્વ. દિનેશભાઈ ખીમચંદભાઈ વોરા તથા સ્વ. કાળુભાઈ સખાભાઈ ધામતનું અવસાન થતાં આ તમામના વારસોને રૂા. રપ000નો ચેક અર્પણ કરતા સંસ્થાનાં ચેરમેન અરૂણભાઈ પટેલ, વાઈસ ચેરમેન બાબુભાઈ ધામત, મેને. ડિરેકટર મગનભાઈ વિરાણી, ડિરેકટર માવજીભાઈ તથા ધીરૂભાઈ ઉમરેઠીયા તથા લીગલ એડ. કિશોરભાઈ પાઠક તથા મગનભાઈ તથા સ્ટાફ મિત્રોએ ચેક અર્પણ કરેલ છે.
Recent Comments