હત્યારો સાધુઃ ૮ લોકોના હત્યારાએ રાજુલામાં ૨૭ વિઘા જમીન ખરીદી હતી

હરિયાણાના હિસારમા પોતાના સસરા સહિત આઠ પરિવારજનોની ઘાતકી હત્યા કરી જેલમાથી નાસેલા અને રાજુલાના છતડીયામા ઓમ આનંદગીરીના નામે સાધુ બની છુપાયેલા સંજીવની ધરપકડ થયા બાદ હવે રાજુલામા તેના કારનામા પણ સામે આવી રહ્યાં છે. દોઢ વર્ષ પહેલા તેણે રાજુલામા રૂપિયા અઢી કરોડની ૨૭ વિઘા જમીન ખરીદી હોવાનુ કહેવાય છે. આ જમીન કોના નામે ખરીદાય અને નાણા કયાંથી આવ્યા તે ઉંડી તપાસનો વિષય છે.
રાજુલાના છતડીયાના આનંદ ઓમ આશ્રમના ઓમ આનંદગીરીની પાપલીલાનો ભેદ ખુલી ગયા બાદ હવે રાજુલા પંથકમા પણ તેણે કરેલા કરતુતો સામે આવી રહ્યાં છે. ઓમ આનંદગીરી ઉર્ફે આઠ લોકોના હત્યારા સંજીવે થોડા સમય પહેલા ૨૭ વિઘા જમીન ખરીદી હોવાનુ કહેવાય છે. જાે કે આ જમીન આશ્રમના નામે ખરીદાઇ કે અન્યના નામે ? આટલી મોટી રકમ જમીન ખરીદવા માટે કયાંથી આવી વિગેરે મુદા ઉંડી તપાસ માંગી રહ્યાં છે.
અહી જયારે રાજયપાલની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજવામા આવ્યો ત્યારે આ કાર્યક્રમના નામે પણ આસપાસના લોકો પાસેથી ફંડ એકઠુ કરવામા આવ્યું હતુ. ઓમ આનંદગીરીની સાથે રહેતી મહિલા હાલમા ગાયબ છે. વાચાળ સ્વભાવની આ મહિલા નાણાનો વહિવટ સંભાળતી હતી. તેનુ રાજયપાલના હસ્તે સન્માન પણ કરવામા આવ્યું હતુ. ઓમ આનંદગીરી તેને એડવોકેટ કહીને બોલાવતો હતો.
Recent Comments