રાજયમાં વસતા હિન્દીભાષી સાધુઓ અંગે પોલીસે ખરાઇ કરો

આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં રાજુલા તાલુકામાં છતડીયામાં આશ્રમ ધારણ કરીને રહેતા પરપ્રાંતી સાધુ ઓમ આનંદગીરી તે તેના રાજયમાં બહુ મોટી ગુનાખોરી કરીને તેમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારેલ પણ તેઓ પેરોલ ફલો પુરો થતા હાજર ન થતા બીજા અન્ય રાજયમાં ફરાર થયેલ અને આ સાધુ ગુજરાતમાં રાજુલા તાલુકામાં છતડીયા મુકામે આશ્રમ ધારણ કરી નિવાસ કરતા હતા પણ તેનો ગુનાહીત ઇતિહાસ પણ ખરડાયેલ હતો. આ જોતા રાજુલા સાધુ સમાજ મુળ ગુજરાત રાજય કાઠીયાવાડમાં વસતા સાધુ આવો કોઇ ગુનાહીત ઇતિહાસ ધરાવતા નથી તો ગુજરાત સૌરાષ્ટ્રમાં જેટલા પરપ્રાંતી ભાષી સાધુ વસવાટ કરે છે. તેઓના મુળ વતનના આધાર પુરાવા સરકાર તથા પોલીસ ડીપાર્ટમેન્ટે માંગવા જોઇએ અને તેઓનો ભુતકાળ કોઇ ગુન્હાખોરીમાં સંડોવાયેલ નથી ને તે બધી ખરાઇ કરવી જોઇએ. તેવું સાધુ સમાજનું નિવેદન છે. તો આ બાબતે સમગ્ર ગુજરાત રાજય તેમજ અમરેલીમાં વસ્તા હિંદીભાષી સાધુના ડોકયુમેન્ટ ચકાસણી કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments