fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક ચૂંટણીની 38ર બેઠકો માટે 1410માંથી 1103 ઉમેદવારીપત્રક માન્‍ય

અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી આગામી તા. ર8નાં રોજ યોજાનાર છે. ત્‍યારે જિલ્‍લાની કુલ 38ર બેઠક માટે થઈ 1410 જેટલા ઉમેદવારીપત્રો ભરાયા બાદ અગાઉ ભરાયેલ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી જે-તે ચૂંટણી અધિકારીએ કરતાં 1410માંથી 307 જેટલા ઉમેદવારીપત્રો ટેકનીકલ કારણોસર રદ થતાં હવે 1103 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાા છે.

અમરેલી જિલ્‍લા પંચાયતમાં અગાઉ 139 ઉમેદવારીપત્રો ભરાયા હતા. આજે ચકાસણી દરમિયાન 46 ઉમેદવારીપત્રો રદ થતાં હવે 34 બેઠકો માટે થઈ 93 ઉમેદવારીપત્રો માન્‍ય થવા પામ્‍યા છે.

તાલુકા પંચાયતની ચૂંટણી માટે થઈને જોઈએ તો અમરેલી તાલુકા પંચાયતમાં અગાઉ 73 ઉમેદવારીપત્રો રજુ થયા હતા. આજે ચકાસણી દરમિયાન ર4 ઉમેદવારીપત્રો રદ થતાં હવે 18 બેઠક માટે 49 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાાં છે.

લાઠી તાલુકા પંચાયત માટે અગાઉ પ7 ઉમેદવવારીપત્રો રજુ થયા હતા જે પૈકી 18 ઉમેદવારીપત્રોરદ થતાં 39 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાા છે. જયારે બાબરા તાલુકા પંચાયતમાં અગાઉ 70 ઉમેદવારીપત્રો ભરાયા હતા જેમાંથી 19 ઉમેદવારીપત્રો રદ થતાં પ1 માન્‍ય રહૃાા છે. ધારી તાલુકા પંચાયતમાં 67 ઉમેદવારીપત્ર  રજુ થયા હતા તે પૈકી 13 ઉમેદવારીપત્રો અમાન્‍ય થતાં હવે પ4 માન્‍ય રહૃાા છે.

રાજુલા તાલુકા પંચાયતમાં 86 ઉમેદવારીપત્રો રજુ થયા બાદ ચકાસણી દરમિયાન 33 ઉમેદવારીપત્ર રદ થતાં પ3 માન્‍ય રહૃાા છે. વડિયા તાલુકા પંચાયતમાં પણ અગાઉ 61 ઉમેદવારીપત્રો રજુ થયા જેની ચકાસણી હાથ ધરવામાં આવતા 13 ઉમેદવારીપત્રો રદ થતાં બાકી 48 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાા હતા.

સાવરકુંડલા તાલુકા પંચાયતમાં અગાઉ કુલ 91 ઉમેદવારીપત્રો રજુ થયા હતા તે પૈકી 66 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાા હતા. જાફરાબાદ તાલુકા પંચાયતમાં 64 ઉમેદવારીપત્રો રજુ થયા હતા જે પૈકી 18 ઉમેદવારીપત્રો અમાન્‍ય થતાં હવે 46 ઉમેદવારીપત્રો માન્‍ય રાખવામાં આવ્‍યા છે. બગસરા તાલુકા પંચાયતમાં પણ પપ ઉમેદવારીપત્રો પૈકી 14 અમાન્‍ય અને 41 માન્‍ય ઉમેદવારીપત્રો રહેવા પામેલ છે. જયારે ખાંભામાં કુલ પ1 ઉમેદવારીપત્રો રજુ થયા બાદ ચકાસણી બાદ 4 અમાન્‍ય અને 47 માન્‍ય ઉમેદવારીપત્રો રહૃાા હતા. જયારે લીલીયા તાલુકા પંચાયતમાં 17 અમાન્‍ય અને 40 માન્‍ય ઉમેદવારીપત્રો રખાયા હતા.

અમરેલી નગરપાલિકામાંઅગાઉ 180 ઉમેદવારીપત્ર રજુ થયા હતા તે તમામની ચકાસણી બાદ 47 ઉમેદવારીપત્રો ટેકનીકલ કારણોસર રદ થતાં હવે 133 ઉમેદવારીપત્રો માન્‍ય રહૃાા હતા. જયારે સારવકુંડલા પાલિકામાં 117 ઉમેદવારીપત્રો પૈકી 6 અમાન્‍ય અને 111 માન્‍ય ઉમેદવારીપત્રો રહૃાા હતા. દામનગર નગરપાલિકામાં 8પ ઉમેદવારીપત્રો ભરાયા હતા તે પૈકી ર અમાન્‍ય અને 83 ઉમેદવારીપત્રો માન્‍ય કરવામાં આવ્‍યા હતા. બાબરા નગરપાલિકામાં 70 ઉમેદવારીપત્રો રજુ થયા હતા તે પૈકી 8 અમાન્‍ય અને 6ર માન્‍ય રાખવામાં આવ્‍યા હતા. જયારે બગસરા નગરપાલિકામાં 87 ઉમેદવારીપત્રો રજુ થયા હતા તે તમામ 87 ઉમેદવારીપત્રો માન્‍ય રાખવામાં આવ્‍યા હતા જે પૈકી એક પણ ઉમેદવારીપત્ર અમાન્‍ય થવા પામ્‍યું ન હતું.

આજે મંગળવારે માન્‍ય ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય આવતીકાલે સાંજના સમયે તમામ સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીનાં ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે અને તે સાથે જ ઉમેદવારો પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/