fbpx
અમરેલી

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા રામમંદિર નિર્માણાર્થે રૂપિયા ર.પ1 કરોડનું દાન

રાષ્‍ટ્રભકિત એ દેશ અને નાગરિકોની સર્વોપરીતા છે તેમા સેવા એ રાષ્‍ટ્ર સેવાયજ્ઞ બની રહે છે. આ સેવાયજ્ઞમા દેશની નામાંકીત સહકારી સંસ્‍થા ઈફકો પરિવારે આજરોજ દિલ્‍હી મુકામે અયોઘ્‍યા ખાતેના મંદિરનિર્માણાર્થે રૂા.ર.પ1 કરોડનું દાન આપીને રાષ્‍ટ્રભકિતનો પરિચય   આપ્‍યો છે.

દિલ્‍હી મુકામે દેશની અગ્રણી સહકારી સંસ્‍થા ઈફકોએ આજરોજ અયોઘ્‍યામાં ચાલી રહેલ નિર્માણ કાર્યમા રૂા.ર.પ1 કરોડનું દાન ઈફકો પરિવારે શ્રઘ્‍ધાપુર્વક જાહેર કરેલ છે. આ તકે ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નકઈ, વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી, ડાયરેકટર ઉદયશંકર અવસ્‍થિ, સહાયક ડાયરેકટર રાકેશ કપુર, ડાયરેકટર (માનવ સંસાધન) આર.પી. સિંહ, યોગેન્‍દ્રકુમાર સહિત ઈફકો બોર્ડ ઓફ ડાયરેકટર તરફથી શ્રીરામ જન્‍મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટને ચેક સુપ્રત કરેલ છે.

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ-ઓગષ્‍ટના રોજ અયોઘ્‍યામાં રામ જન્‍મ સ્‍થળ ઉપર મંદિર નિર્માણકાર્ય માટે ભૂમિ પુજન કરેલ. ઈફકો સહકારીતા, કિસાનો, શ્રમીકો સહીત સૌના ભલા માટે અલગ-અલગ કાર્ય કરતી સંસ્‍થા છે. ગત વર્ષમાં કોરોના મહામારી સામે લડવા પ્રધાનમંત્રી ફંડમાં રપ કરોડનું યોગદાન આપેલ સાથોસાથ ભઈફકો ફાઈટ કોરોના – બ્રેકભ અભિયાન પુરા દેશમા ચલાવીને ઠંડીથી બચવા સમગ્ર દેશમાં ગરીબ પરિવારોને ગરમ ચાદર વિતરણ કરવામા આવેલ.

કિસાનોને શિક્ષીત કરવા સાથે તેના જીવનસ્‍તરને સંગીન બનાવવા માટે સમગ્ર દેશમા વિવિધ આયોજનો જેવા કે સંતુલીત પ્રજનન, ગામડાઓને દતક લેવા, કૃષિ વિદ્યાલયોની મૂલાકાત, કિસાન બેઠક, ફસલસેમીનાર, મોબાઈલ ફસલ પ્રયોગ શાળાકાર્ય સહિતની કામગીરી કરવામાં આવે છે સાથોસાથ કિસાનોના સામાજીક અને આર્થીક વિકાસ માટે કામગીરી કરવામા આવે છે.  સંભવીત દુષ્‍કાળની સ્‍થિતીને પહોચીવળવા ઘાસચારાની વ્‍યવસ્‍થા, પશુ ચિકીત્‍સાહ, દવા વિતરણ, સ્‍વાસ્‍થ શિબીર, ચોખ્‍ખુ પીવાનું પાણી, કિસાન બાળકોને સ્‍કૂલ સહાયતા, ગ્રામીણ સમુદાય અને તેની કલા-સંસ્‍કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સતત યોગદાન આપતી ઈફકો સંસ્‍થા અનેક ક્ષેત્રે મહત્‍વપૂર્ણ યોગદાન આપી રહેલ છે તેમ યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/