fbpx
અમરેલી

શ્રમયોગીઓને મતદાન કરવા માટે સવેતન રજા અપાશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની માટેનું મતદાન તા. ૨૮/૨/૨૦૨૧ ના યોજાનાર છે જેના અનુસંધાને કારખાના ધારા ૧૯૪૮ હેઠળ ઔદ્યોગિક એકમો કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ – ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલી સંસ્થા / સાઈટોના કામદારોને મતદાન કરવા માટે સવેતન છૂટ આપવાના હુકમો કરવામાં આવ્યા છે. મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ દુકાન કે સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને સવેતન રજા આપવામાં આવશે. કોઈપણ વ્યક્તિના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહિ અને જો આવી વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય છતાં પણ વ્યક્તિને રજા આપવામાં આવી ન હોય અને તે દિવસે તેને જે વેતન મેળવવાપાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે.

જો કોઈ નોકરી ઉપર રાખનાર વ્યક્તિ આ જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો દંડને પાત્ર થશે. આ કલમ એવા કોઈપણ મતદારોને લાગુ નહિ પડે કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં તેની ગેરહાજરીને કારણે ભયજનક સ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા તેની ગેરહાજરી વ્યાપક નુકસાનમાં પરિણમે તેમ હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/