fbpx
અમરેલી

મતગણતરીના દિવસે ચારથી વધુ માણસોએ એકઠા થવા પર તેમજ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૦૨/૦૩/૨૦૨૧ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારુ સલામતી અધિકારીશ્રીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમાં અસામાજિક – અનધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતિથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતા તેમજ મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળના આજુબાજુના વિસ્તારમાં અસામાજિકે – અનધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી શાંતિપૂર્ણ સંપન્‍ન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને ટોળા સ્વરૂપે એકઠા થવા પર નિયંત્રણ મુકવું જરૂરી જણાતા અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમા ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના ૬ કલાક થી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવું નહી. સભાઓ ભરવી નહી. મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી પરંતુ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી – અધિકારીઓને મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.૦૨/૦૩/૨૦૨૧ ના રોજ મત ગણતરીના દિવસ માટે અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/