fbpx
અમરેલી

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોથી ધરાશયી થયેલી કોંગ્રેસ પાર્ટીએ અફવા ફેલાવી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે.

ખાતરોના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથીઃ મહેશ કસવાલા

રાજ્યના કૃષીમંત્રી શ્રી આર. સી. ફળદુ સાહેબે પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં વેચાણ કરતી
ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી
વિપક્ષના કાવા દાવના દબાણમાં કોઈ વિક્રેતા કૃત્રિમ તંગી ઊભી કરશે તો સરકાર તેમની ઉપર કડક પગલા

લેશે અને લાયસન્સ પણ રદ કરશે.

ગુજરાતમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ જે ભાવ મળે છે તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી સહન થતું નથી એટલે તેમણે કેન્દ્ર સરકારમાં યાન

એક્સપોર્ટ પર પ્રતિબંધ કરવાન રજુઆત કરી છે.

 
 
પ્રદેશ ભાજપના મંત્રી શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકાના પરિણામોથી હતપ્રતથયેલી કોંગ્રેસ પાર્ટી હવે નિમ્નકક્ષાની રાજનીતિ કરવા લાગી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત માટેવલખાં મારતી કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા કર્ણાટક રાજ્યની માહિતીને ગુજરાત સાથે જોડીનેસોશ્યલ મીડિયાના માધ્યમથી એવી અફવા ફેલાવી છે કે ખાતરોના ભાવમાં ગુજરાત સરકારે ભાવ વધારોકરાવ્યા છે. અને વિવિધ સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા પણ થયા કે ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપીખાતરનો  વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગ થી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ.૧૧૭૫/બેગ થી વધી રૂ. ૧૪૦૦/બેગ થઈ જશે. આ બાબતે રાજ્યના કૃષી મંત્રી શ્રી આર. સી. ફળદુ સાહેબેસ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનો કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ પ્રકારના સમાચારો કોંગ્રેસ પ્રેરિતછે.શ્રી મહેશ કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવાઅને ગુમરાહ કરવા કોંગ્રેસે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. પરંતુ ભારત સરકારે એકપણ રૂપિયાનો ખાતરોનાભાવમાં વધારો કર્યો નથી. સોરાષ્ટ્ર સહિત અમેરલી જિલ્લામાં ખેડૂતોનો બહુ મોટો વર્ગ છે. કોંગ્રેસ પાસે કોઈવિઝન નથી, સંગઠન નથી ત્યારે આ પ્રકારના કૃત્ય કરવા એ તેમની રાજનીતિની પ્રથા બની ગઈ છે. ભાજપસરકાર ખેડૂતોના હિતમાં કામ કરનારી છે અને સરકાર વતી એ આશ્વાસન આપીએ છીએ કે ખાતરોના ભાવમાંકોઈ ફેરફાર થયો નથી. વિપક્ષના કાવા દાવના દબાણમાં જો કોઈ વિક્રેતા કૃત્રિમ તંગી ઊભી કરશે તો સરકારતેમની ઉપર કડક પગલા લેશે અને લાયસન્સ પણ રદ કરશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને કપાસના જે સારા ભાવ મળે છે એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી સહન થતું નથી. રાહુલગાંધીએ ભારત સરકારમાં રજુઆત કરી છે કે યાન એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. જો આવુ થાય તો મિલો બંધ થવા લાગે,કપાસની ખરીદી બંધ થઈ જાય અને આજે જે ખેડૂતોને 1300 રૂપિયા સુધી કપાસનો ભાવ મળે છે એ 700 રૂપિયા પણ ન મળે અનેગુજરાતના ખેડૂતો બરબાદ થઈ જાય. કોંગ્રેસની માનસિકતા ખેડૂતો વિરોધી છે તેનું આ ઉદાહરણ છે.પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેસ વાર્તામાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રીનારણભાઈ કાછડિયા અને અમરેલી નગરપાલિકાના ચૂંટણી ઈન્ચાર્જ શ્રી મુકેશભાઈ સંઘાણી જોડાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/