રાજુલામાં વધુ એક નવી ખિલખિલાટ વાહનનો પ્રારંભ

108 બાદ સરકારમાં રાજુલા ને આ ખિલખિલાટ ફાળવવા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ને સફળતા
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે નવી એક ખિલખિલાટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,સિનિયર મેડીકલ ઓફિસર.ડૉ.જેઠવા સાહેબ,અમરેલી ૧૦૮ ના અધિકારી મોહમ્મદ અબ્બાસ નાયાણી,બાબુભાઇ લાખણોત્રા સહિતના આરોગ્ય,ખિલખિલાટ અને ૧૦૮ ના સ્ટાફની હાજરીમા રાજુલા તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારીમા વધારો કરવામાં આવ્યો જેનો સીધેસીધો લાભ સગર્ભા માતા અને બાળકોને ઘરેથી સરકારી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલથી ઘરે તદ્દન નિઃશુલ્ક કોઈ પણ પ્રકારના ચાર્જ વગર મળી રહેશે તેમજ રાજુલા તાલુકાના લોકોને બહોળા પ્રમાણમા આ લાભ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામા આવી છે જે યાદીમા જણાવેલ છે.
Recent Comments