fbpx
અમરેલી

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા રર8મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

ચલાલામાં અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા તાજેતરમાં રર8મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક આયુષ ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્‍લા પંચાયત અમરેલી તથા આયુર્વેદ દવાખાનુ, મોરંગી તથા સરકારી હોમિયોપેથીક દવાખાનુ, જાળીયાના સંયુકત ઉપક્રમેયોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્‍પનો શુભારંભ મંગલ દીપના પ્રાગટયથી થયો હતો. આ પ્રસંગે સંસ્‍થાના વડા પૂ. રતિદાદા, કંપાલા યુગાન્‍ડા (આફ્રિકા)થી પધારેલ પરેશભાઈ મહેતા તથા દિપાંકરભાઈ ગુપ્‍તા, ચલાલા પી.એસ.આઈ. પંડયા, ડોકટરો તથા ઉપસ્‍થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. રતિદાદાએ બધાને સારૂ થઈ જાય અને સારૂ થયા પછી બીજાનું ભલુ કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્‍યસન મુકત રહેવું, સત્‍યનું પાલન કરવું અને બધા સાથે હળી -મળીને રહેવું. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 81 દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે લઈ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્‍યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. અદિતિબેન તથા ડો. રાજલબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્‍યે પૂરી આપવામાં આવી હતી. આયુર્વેદિક તથા હોમિયોપેથીક કેમ્‍પમાં ડો. આરતીબેન, ડો. અંજનાબેન, ડો. પિયુષભાઈ ત્રિવેદી, ડો. પ્રકાશભાઈ દ્વારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આ કેમ્‍પનો સહયોગ સ્‍વ. કંચનબેન પ્રવિણભાઈ દોશીના સ્‍મરણાર્થે ઉદયભાઈ દોશી મુંબઈ દ્વારા આપવામાં આવ્‍યો હતો. આકેમ્‍પમાં ચા-પાણી, ભોજનની તમામ વ્‍યવસ્‍થા મહેશભાઈ મહેતા દ્વારા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા તથા શિતલબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/