fbpx
અમરેલી

એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીના મહિનાવાર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણના કાર્યક્રમો જાહેર

રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય અને લોકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. લોકોને જિલ્લા કે રાજ્ય સુધી ન જવું પડે તે માટે આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ પણ દર મહિને યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં લોકો યોગ્ય અને પુરતો લાભ લે અને આ કાર્યક્રમની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાય તેવું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂચન કર્યું હતું. જેને લક્ષ્યમાં રાખી આગામી ૨૦૨૧ અને ૨૦૨૨ માં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરવા માટે અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ નિયુક્ત કાર્ય છે.

નોંધનીય છે કે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જે તે તાલુકાની ના કાર્યક્રમની બહોળી પ્રસિદ્ધિ કરાવશે તેમજ ગામે ગામ અને શહેરી વિસ્તારમાં લોકોના પ્રશ્નો રજૂ કરવા માટે જાહેર નોટીસ તેમજ ચેનલોના માધ્યમો થકી તેમના પ્રશ્નો મોકલવા માટે આમંત્રણ આપશે. પ્રશ્નોના જવાબ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને આ કાર્યક્રમમાં સંબંધિત અરજદારને પણ ઉપસ્થિત રાખવામાં આવશે. કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન અને સંચાલન થાય તેની સંપૂર્ણ વ્યવસ્થા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ દ્વારા કરવામાં આવશે. સંબંધિત તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સિંચાઈ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ હાજરી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/