વડિયા ના સુન્ની મુસ્લિમ સમાજ ના કોમ્યુનિટી હોલ નુ લોકાર્પણ કરતા વિપક્ષી નેતા ધાનાણી
વિપક્ષી નેતા ની ચાર લાખ ની ગ્રાન્ટ થી બન્યો છે આ કોમ્યુનિટી હોલ
અમરેલી જિલ્લાના છેવાડા ના ગામ એવા વડિયા જે અમરેલી વિધાનસભા મત વિસ્તાર માં આવે છે. તેમાં વસવાટ કરતા સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો દ્વવારા ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ને વડિયા કબ્રસ્તાન માં લોકોની સુવિધાઓ માટે એક હોલ બનાવવા અનુદાન ની માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વવારા તે બાબતે ત્રણ લાખ અને એક લાખ ટોયલેટ માટે પોતાની ગ્રાન્ટ માંથી ફાળવવા માં આવ્યા હતા. તે કોમ્યુનિટી હોલ તૈયાર તેનું લોકાર્પણ વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વવારા કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં વડિયા મુસ્લિમ સમાજ ના લતીફભાઈ બાલપરીયા, જુનેદ ડોડીયા, જાવેદ બાલપરીયા, જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, તાલુકા પંચાયત ના સદસ્ય હકાભાઈ ભરવાડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, દિલીપભાઈ શીંગાળા, અશોક હિરાણી, અતુલ પડાયા સહીત ના આગેવાનો અને કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી.
Recent Comments