fbpx
અમરેલી

વિશ્વ યોગ દિવસ નિમિતે અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઉજવણી કરાઈ

અમરેલી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ૨૧મી જૂને ઓનલાઇન યોગ શિબિર વેબિનારનું આયોજન કરી વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના દરેક તાલુકા ગ્રામ્ય તથા શહેર કક્ષાએ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં એક ધ્યાન પ્રાણાયામ, યોગ સૂર્ય નમસ્કાર એમ બે વિભાગ હતા. ઓનલાઇન વેબીનારમાં ૭૯ યુવાઓ જોડાયા હતા. જેમાં યોગગુરૂ સર્વે શ્રી દિલીપસિંહ ઠાકોર, શ્રી જયદીપભાઈ ચૌહાણ, સુશ્રી ભાવનાબેન ઉનડકટ દ્વારા મનોચિકિત્સા, આર્ટ ઓફ લિવિંગ, પ્રેક્ટીકલ યોગ જેવા યોગ સબંધિત વિવિધ વિષયો ઉપર ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જિલ્લા યુવા અધિકારી સુશ્રી એકાંકી અગ્રવાલએ આ તકે જણાવ્યું હતું કે ‘યોગ ભગાવે રોગ’ સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે અને આધુનિક વિજ્ઞાને પણ એનું પ્રમાણ આપ્યું છે. યોગ આપણી ભારતીય ઋષિમુનિઓના કાળથી ચાલી આવતી વિદ્યા છે. જો દરેક વ્યક્તિ યોગ તરફ વળશે તો માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનશે. વધુમાં સુશ્રી એકાંકી અગ્રવાલએ સર્વે યોગગુરૂઓની સેવાઓ બિરદાવી યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/