fbpx
અમરેલી

અમરેલીમાં બંધ એલઈડી સ્‍ટ્રીટલાઈટ બદલવામાં દે ધનાધન

અમરેલી પાલિકાનાં વિપક્ષી નેતા સમીર કુરેશી અને વિપક્ષી નગરસેવક શકીલ અહેમદ રફીક રહેમાન સૈયદે પ્રાદેશિક કમિશનરને પત્ર પાઠવ્‍યો છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકાએ લગભગ ર016/17માં ભભએસ્‍સારભભ કંપનીને અમરેલી શહેરમાં તમામ વિસ્‍તારમાં આવેલ પોલ ઉપરથી ટયુબલાઈટ અને આ લગાવેલ એલઈડી તેમજ લાઈટને લગતુ મેન્‍ટેનન્‍સ કરવા માટે સાત વર્ષ સુધીનો કોન્‍ટ્રાકટ આપેલ છે.

છતાં પણ થોડા સમયથી આ એજન્‍સી ઘ્‍વારા આ કાર્ય કરવામાં આવતુ નથી અને આ બાબતનું રીપેરીંગ કામ અમરેલી નગરપાલિકાનો ઈલેકટ્રીક સ્‍ટાફ કરી રહી છે અને જે વિસ્‍તારમાં એલઈડી લાઈટ બંધ હોય તેને રીપેર કરી અથવા બદલાવવાને બદલે ત્‍યાં જુની ટયુબલાઈટ (ટી-1) નાખવામાં આવી છે. આમ સરકારની યોજનાનો દુરઉપયોગ થઈ રહેલ છે. સરકારેતમામ શહેરોમાં એલઈડી લાઈટ નાખવાનો પ્રોજેકટ બનાવ્‍યો હોય અને જેથી કરીને આ લાઈટ ઓછા વોલ્‍ટેજના ઉપયોગથી સારૂ અંજવાળુ આપતી હોય અને વીજબીલમાં ખૂબ ફાયદો મેળવવાનાં હેતુથી અને નગરપાલિકાને ઓછું ભારણ પડે તે હેતુથી આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્‍યો હોવા છતાં પણ અમરેલી નગરપાલિકાનાં અધિકારીઓ આ એજન્‍સીને કડક સુચના કરી આપતી નથી અને નગરપાલિકા મારફત આવું રીપેરીંગ કરી, લાઈટો બદલી રહૃાાં છે.

વધુમાં જણાવેલ છે કે, ભભએસ્‍સાર એજન્‍સીભભને તાત્‍કાલીક નોટીસ આપી અમરેલી નગરપાલિકામાં બંધ રહેલ તમામ એલઈડી લાઈટો ચાલું કરાવવી તેમજ નગરપાલિકાએ એલઈડીનાં બદલે જે ટયુબ નાખી છે તેમને બદલીને ફરીવાર ત્‍યાં મુળ એલઈડી નાખવામાં આવે.

જે બાબતનો કોન્‍ટ્રાકટ એજન્‍સીને આપેલ છે છતાં પણ અમરેલી નગરપાલિકા આ કામ કરી રહી છે. તો શા માટે તેઓ આ કામ કરીને એજન્‍સીને ફાયદો પહોંચાડી રહી છે ? તે બાબતે અમરેલી નગરપાલિકાનાં સત્તાધીશોને પણ નોટીસ પાઠવીને આ અંગે ખુલાસો માંગવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/