fbpx
અમરેલી

સરકારી જમીનમાં ગેરકાયદેસર ઉભું કરેલ શોપિંગ સેન્‍ટર દૂર કરાયું

બાબરા તાલુકાનાં નીલવડા ગામે આજે પ્રાંત અધિકારી ઉત્‍સવ ગૌતમ  સહિતનાં તંત્ર દ્વારા નીલવડા વાકિયા રોડ ઉપર આવેલ બિન અધિકૃત દબાણદાર ઈસમો દ્વારા બનાવેલું કોમર્શિયલ હેતુ નું બાંધકામ હટાવી અને સરકારી જમીનનો ઉપભોગ કરવા બદલ દંડ સહિત કરાયું વસુલ લેવા તજવીજ હાથ ધરી હતી. સાથો સાથ નજીકનાં વિસ્‍તારમાં આવેલા પ0થી વધુ કોમર્શિયલ અને રહેણાંક બાંધકામો અંગેના દબાણ અંગે કારણદર્શક નોટીસ આપવામાં આવી હોવાથી નાના એવા નીલવડા ગામે ડીમોલીશનનાં ભયથી ફફડાટ વ્‍યાપ્‍યો છે.

મળતી માહિતી મુજબ નીલવડા ગામે રહેતા જયંતિ ભાદા મકવાણા, મગન ભાદા મકવાણા, છગન ભાદા મકવાણા ઈસમો દ્વારા સરકારી પડતર સર્વે નંબર ર79 પૈકી ર4 વાળીજમીનમાં છેલ્લા ચાર વર્ષથી 190 ચો.મી નું દબાણ કર્યા અંગે તાલુકા મામલતદાર ડી.એમ. બગસરિયા સમક્ષ કેસ ચાલી જતાં તા. 10/પ/ર1 રોજ દબાણ હટાવવા અંગે ઠરાવવામાં આવેલ હતું. બાદ જમીન મહેસુલ કાયદા કલમ ર0ર અન્‍વયે તા. રર/7/ર1નાં નોટીસ આપી દિન 10 નાં કબજો ખુલ્લો કરવા નોટીસ આપવામાં આવેલી. આમ છતાં દબાણદારોએ બાંધકામ કબજો ખાલી કરવામાં નહી આવતા પ્રાંત અધિકારી, મામલતદાર, સર્કલ ઓફિસર સહિત સરકારી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે 190 ચો.મી જમીનમાં ઉભેલ કોમર્શિયલ હેતુ માટે બનાવેલ ચાર દુકાનો સહિત લાગુ દબાણ દુર કરાવવા કામગીરી યોજી દબાણ દુર કરવામાં આવ્‍યું હતું.

ગ્રામ્‍ય લતાવાસી વર્તુળનાં જણાવ્‍યા મુજબ સ્‍થાનિક મામલતદાર કચેરી મારફત આ વિસ્‍તારમાં પ0 થી વધુ પેશકદમી કરનારા કોમર્શિયલ અને રહેણાંક બાંધકામ ધારકોને લેન્‍ડ રેવન્‍યુ કોડ કલમ 61 અંતર્ગત કારણદર્શક નોટીસ આપી દબાણ કેમ દુર ના કરવું ? જે મતલબનાં ખુલાશા આધાર નજીકના દિવસોમાં રજુ કરવા નોટીસ ફટકારતા અને યોગ્‍ય મુદતે હાજર નહી રહેવાથી દબાણ કરેલ હોવાનું માની એક તરફી નિર્ણય લેવા અને આગળની કામગીરી કરવામાં આવનાર હોવાનું જણાવતા ફફડાટ ફેલાયો છે.

સ્‍થાનિક અને રાજકીય વર્તુળમાં થતી ચર્ચા મુજબ નીલવડા ગામે દબાણદુર કરવા તંત્ર દ્વારાથતી કામગીરી રોકવા અધિકારી વર્તુળમાં રાજકીય બાબુ દ્વારા ટેલીફોનીક ભલામણો થવા પામેલી પરંતુ તંત્ર દ્વારા વિધિવત કામગીરી આગળ વધારવા મક્કમતા સાથે આગામી દિવસોમાં નોંધપાત્ર ડીમોલીશન થનાર હોવાની ગંધ વર્તાઈ રહી છે.

આ ડીમોલેસનની કામગરીમાં લાઠી પ્રાંત ગૌતમ ઉત્‍સવ, બાબરા મામલતદાર બકસરિયા, નાયબ મામલતદાર મકવાણા તેમજ બાબરા પીઆઈ પ્રસાદ અને મોટી સંખ્‍યામાં પોલિસનો કાફલો સાથે રખાયો હતો.

સૂત્રોમાં ચર્ચાતી વિગત અનુસાર હજૂ બાબરામાં પણ મોટું જબરું થોડા દિવસમાં ડીમોલેસન આવી રહૃાાનું જાણવા મળી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/