fbpx
અમરેલી

ભૂતકાળમાં મહંગાઈ મારગઈ ના નારા લગાવતા નરેન્દ્રભાઈ મોદી અત્યારે કારમી મોંઘવારી સામે કેમ ચૂપ છે? ધારાસભ્ય ઠુંમર

  દેશમાં કારમી મોંઘવારીના કારણે પ્રજા પીસાઈ રહી છે લોકોને પોતાનું ઘર ચલાવું મુશ્કેલ બન્યું છે દિન પ્રતિદિન આર્થિક મુશ્કેલીના કારણે આપઘાત નું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે પણ કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારને પ્રજાની પીડા દેખાતી નો હોય તેમ કૂદકે ને ભૂષકે મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે

ગરીબ અને મધ્યમ વર્ગ ને જીવન વ્યવહાર ચલાવો અતિ મુશ્કેલ બન્યો છે કારણ કે રાંધણગેસ પેટ્રોલ,સહિત તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ભાવ આસમાને પહોંચી ગયો છે


ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પ્રજાની પીડા વ્યક્ત કરી જણાવ્યું હતું કે દેસના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મનઘડત આર્થિક નીતિઓની કારણે પેટ્રોલ ડીઝલ ગેસ કેરોસીન, અને ખાદ્યતેલ ઉપરાંત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓથી માંડી ને તમામ પ્રકારની વસ્તુઓના. ભાવો નિરંકુશપણે સતત વધી રહ્યા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવું અત્યંત મુશ્કેલ બનતું જાય છે જેના કારણે લોકીની દશા એક સાધો તો તેર તૂટે જેવી થાય છે આંતરરાષ્ટ્રીય બઝારોમાં ક્રૂડ ઓઇલ નો ભાવ ઘટવા છતાં મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવોમાં વધારો કરી નફા ખોરી કરી રહી છે


હજુ મોંઘવારીમાં પ્રજાને કોઈ રાહત તેમજ અંત આવતો હોય તેવું લાગતું નથી આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશનમાં માલ ભાડામાં વધારો કરાશે તે નિશ્ચિત છે અને તેથી મોંઘવારી વધુ ભડકે બળસે તે પણ નિશ્ચિત છે


કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીમાં અંકુશ લાવવા પેટ્રોલ ડીઝલની એક્સાઈ ડ્યુટીમાં ઘટાડો કરવાન તાતી જરૂર છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/