fbpx
અમરેલી

દામનગર ઘેર ઘેર ગેસ કનેક્શન માટે તોડાયેલ રસ્તા નું રિપેરીગ કોણ કરશે ગેસ એજન્સી કે પાલિકા ?

દામનગર શહેર માં ઘેર ઘેર ગેસ કનેક્શન યોજના અંતર્ગત અમરેલી જિલ્લા માં ગુજરાત ગેસ સહિત અનેકો પેટા એજન્સી ઓ દ્વારા લાઈન પાથરવા ની કામગીરી શરૂ છે ત્યારે દામનગર ના બાયપાસ ની કામ પૂર્ણ કરી રહેણાંક વિસ્તારો માં ઘેર ઘેર ગેસ લાઈન પાઠરતી એજન્સી ઓ દ્વારા દરેક ઘર પાસે ગેસ કનેક્શન પોઇન્ટ માટે ઉભા કરવા  પેવર બ્લોક રોડ તોડાય રહ્યાં છે આ રસ્તા નું સમાર કામ કોણ અને ક્યારે કરશે ?કામ કરતી આ ગેસ એજન્સી સાથે સ્થાનિક નગર પાલિકા એ કરેલ એગ્રીમેન્ટ માં લાઈન પાથર્યા બાદ નું રિપેરીગ કોણ કરશે ? કેટલા સમય માં કેવું રિપેરીગ  કરશે? ભૂગર્ભ ગટર નાખ્યા ના વર્ષો બાદ એજન્સી અને તંત્ર એ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ અપનાવ્યું હતું ત્યારે ઘેર ઘેર ગેસ લાઈન માટે પાલિકા એ કઈ એજન્સી સાથે કેવી શરતો કરી છે

ગેસ એજન્સી ની કામગીરી થી શહેરીજનો સંપૂર્ણ અજાણ હોય પાલિકા તંત્ર એ  જાહેરહિત વિગતો જાહેર કરવી જોઈ દામનગર શહેર ના દરેક વિસ્તારો માં ઘેર ઘેર ગેસ કનેક્શન લાઈન નું કામ કરતી એજન્સી માર્ગો રીપેર કરશે કે રિપેરીગ ખર્ચ નગર પાલિકા માં જમા કરાવશે? વારંવાર યાતના ભોગવતી શહેર ની જનતા ને વર્ષો પહેલા ભૂગભ ગટર નાંખવા ના કામે તોડાયેલ માર્ગો આજે પણ જેમ ના તેમ ભયંકર સ્થિત માં છે ત્યારે ભૂગર્ભ ગટર યોજના માટે તોડાયેલ માર્ગો આજ સુધી નથી  એજન્સી એ  કે  નથી  પાલિકા એ રીપેર કર્યાત્યારે પાલિકા એ ગેસ એજન્સી સાથે કેવી કન્ડિશન કરી છે?  તે અંગે જાહેર હિત પાલિકા તંત્ર એ શહેરીજનો ને અવગત કરવા જોઈ શહેર ભર દરેક વિસ્તારો ના અતિ બિસ્માર બનેલ પેવર બ્લોક માર્ગો નું  ૧૦% નવા પેવર બ્લોક નાખી રી ફિટીંગ કરવું જોઈ એ બહારો બહાર નવી બનેલ સોસાયટી ના માત્ર એક બે રસ્તા નવા પેવર બ્લોક ના સારી સ્થિતિ માં છે તે પણ ગેસ લાઈન બાદ અતિ બિસ્માર બનશે ત્યારે સ્થાનિક નગર પાલિકા એ જુના પેવર બ્લોક ઉખેડી ૧૦% નવા પેવર બ્લોક નાખી શહેર ના દરેક વિસ્તારો માં પેવર બ્લોક રસ્તા ઓનું રી ફિટીંગ કરવું જોઈ  વિકાસ ની આંધળી દોડ માં શહેરજનો ના ભાગે વારંવાર યાતના જ આવે છે ત્યારે સ્થાનિક પાલિકા એ ગેસ એજન્સી  સાથે કરેલ એગ્રીમેન્ટ કર્યું છે કે કેમ? કે પછી ભૂગર્ભ ગટર જેમ જેમ નું તેમ જ રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/