fbpx
અમરેલી

ગીરકાંઠાનાં 1પ ગામો સહિત અન્‍ય નજીકનાં વિસ્‍તારમાં પણ બપોરે ધરતી ધ્રુજી

ગીર સોમનાથ જિલ્‍લાના ઉના-ગીર ગઢડા તાલુકાનાં ગીર જંગલની બોર્ડરના 1પ ગામોની ધરતી બપોરના સમયે એકા એક ધ્રુજી ઉઠતા ગભરાટના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સિસ્‍મોલોજી વિભાગમાં આંચકાની તીવ્રતા 3.4 રિકટર સ્‍કલેની નોંધાઈ છે. આંચકાનું કેન્‍દ્રબિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્‍ટ દિશામાં 30કિ.મી. દૂર બિલિયાત નેસ વિસ્‍તારમાં નોંધાયું છે.

ભૂકંપનાં આંચકાને લઈ કોઈ જાનમાલને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ગીર સોમનાથ જિલ્‍લાનાં બે તાલુકાની ગીર જંગલ નજીક આવેલા અનેક ગામોની ધરા અચાનક ધ્રુજી ઉઠી હતી.

જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર જિલ્‍લાનાં ઉના-ગીરગઢડા તાલુકાના 1પ ગામો કે જે ગીર જંગલ બોર્ડર વિસ્‍તારમાં આવેલા છે તે ગામોની ધરતી બપોરે ર વાગ્‍યે 3ર મિનિટે અનેક સેકન્‍ડ સુધી એકાએકા ધ્રુજી ઉઠી હતી. જેના પગલે ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્‍યા હતા. ઘડીભર માટે લોકોને કંઈ સમજાતું ન હતું કે એકાએક શું થયું. અણધાર્યા આવેલા ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. જયારે ભૂકંપની તીવ્રતા 3.4ની હોવાનું અને તેનું કેન્‍દ્ર બિંદુ ઉના શહેરથી નોર્થ વેસ્‍ટ દિશામાં 30 કિ.મી. દૂર બિલિયાત નેસ વિસ્‍તારમાં નોંધાયું હોવાનું જાણવા મળેલ છે.

ગીરગઢડા નજીક આવેલ જસાધાર રેન્‍જની ગીર બોર્ડનાં ગીરગઢડા અને ઉના તાલુકાનાં નીટલી, વડલી, ફાટસર, શાણા વાંકીયા સહિતના 1પ જેટલા ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે સ્‍થાનિક તંત્ર અજાણ હોવાનું સ્‍થાનિકો પાસેથી જાણવા મળેલ છે. જો કે જાનમાલને નુકસાન થયું નથી. જો કે ઘણા સમયબાદ ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો આવતા ગ્રામજનોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી.

ગીર સોમનાથના ગીરગઢડા અને ઉના તાલુકા ઉપરાંત અમરેલીનાં ખાંભા પંથકમાં પણ બપોરે અઢી વાગ્‍યાનાં અરસામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હત. ખાંભા, ઘુંધવાણા, બોરાળા, હનુમાનપુર, પચપચીયા, ખડાધાર સહિતનાં ગામડાઓમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. આ વિસ્‍તારમાં આંચકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્‍યા હતા.

Follow Me:

Related Posts