fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ ૧૯ સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ,નવરાત્રિ દરમિયાન રાત્રિના ૧૨ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે

સમગ્ર દેશમાં કોવિડ -૧૯ ના સંક્રમણ અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનને ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૧ના સવારના ૬-૦૦ કલાક સુધી કેટલીક સૂચનાઓની ચૂસ્ત પણે અમલવારી કરવા સારૂ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ જાહેરનામા અન્વયે અમરેલી જિલ્લામાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી – ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, મોર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડિક ગુજરી – બજાર – હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ, ૭૫ ટકાની ક્ષમતા સાથે જીમ, જાહેર બાગ – બગીચાઓ રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે તેમજ લગ્ન માટે “ડીજીટલ ગુજરાત” પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે અને અંતિમવિધી – દફનક્રિયા માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધીન યોજી શકાશે, ધો-૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો – ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ સ્પર્ધાત્મક – ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેંચવાઈઝ અને શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન તથા શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક – ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ  રાખી શકાશે.

આ ઉપરાંત પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી.બસ સેવાઓ ૧૦૦ ટકા ક્ષમતા સાથે અને એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જનર કેપેસીટીમાં ચાલું રાખી શકાશે. વોટર્ પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫ ટકા કેપેસીટીમાં ચાલુ અને સ્પા સેન્ટરો બંધ રહેશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે તેમજ જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી – હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દૂર્ગા પૂજા, શરદપૂર્ણિમાં, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે, ગરબા-ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ, આવા સંજોગોમાં લાઉડ સ્પીકર, ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ જિલ્લામાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈ પણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને આર.ટી.પી.સી.આર.ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે તેમજ તમામએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરવાનાર શિક્ષાને પાત્ર બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/