fbpx
અમરેલી

સમગ્ર દેશમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ

હાલમાં ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશૂલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે ૪૪ દિવસનું પાન ઈન્ડિયા અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેઈન તા.૨/૧૦/૨૧ થી તા.૧૪/૧૧/૨૧ દરમિયાન હાથ ધરવામાં આવેલ છે.

આ અંતર્ગત ગુજરાત રાજયમાં આવેલ ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળના પેટ્રન ઈન ચીફ તથા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ આર.એમ. છાયા તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીના સતત માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઈન સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામોમાં જે તે જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સતા મંડળના પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલિન્ટીયર્સ, લો સ્ટુડન્ટસ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે આંગણવાડી બહેનો વિગેરે મારફતે આ અંગે ગામે ગામ ડોર ટુ ડોર કેમ્પેઈન મોબાઈલ ટુ વાન મારફતે હાથ ધરવામાં આવી રહેલ છે અને આ કેમ્પેઈન દ્વારા લોકોને મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે જાગૃત કરવામાં આવી રહેલ છે. તદઉપરાંત સામાન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નો અંગે કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કેમ્પેઈનમાં રાજયના તમામ જિલ્લાના જિલ્લા ન્યાયધિશો તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સતા મંડળના પણ સંનિષ્ઠ પ્રયાસો કરી રહેલ છે અને વધુમાં વધુ કાનૂની જાગૃતિ ફેલાય તે માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે. આ કેમ્પેઈનનો ઉદેશ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલિન્ટીયર્સની ટીમ તબકકાવાર ત્રણ વખત જઈ લોકોને તેઓના કાનૂની અધિકારોથી જાગૃત કરે તેમ છે.

તા.૨/૧૦ થી તા.૨૫/૧૦ સુધીમાં ગામે ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પેઈન કરી આજ સુધી પ્રથમ તબકકામાં તમામ ૧૮૫૪૧ ગામડા તથા બીજા તબકકાના ૪૫૫૫ ગામડા ફરી કુલ ૨,૨૧,૪૫,૯૭૦ લાભાર્થીઓનો લોક સંપર્ક કરેલ છે અને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ આ સમય દરમિયાન ૧૧૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો ૧૦૬૯૮ ગામડાઓમાં યોજી ૧૪,૪૫,૭૦૫ લાભાર્થીઓને કાનૂની પ્રશિક્ષણ પૂરૂ પાડેલ છે. તેમજ ૩૪૭ મોબાઈલ વાનનો ઉપયોગ કરી સમગ્ર રાજયમાં ૭૪૭૪ ગામડા ફરી ૬૦,૮૨,૮૮૫ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ ૭૦૩ લીગલ એઈડ કલીનીકમાં ૭૩૯ કાનૂની જાગૃતિ યોજી ૨,૫૪,૫૩૦ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. વધુમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, યુ ટયૂબ, ટી.વી. રેડિયોના માધ્યમથી ૬૬૦ જાગૃતિ કાર્યક્રમો યોજી ૩,૦૧,૧૪,૪૩૮ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં વિવિધ તારીખોએ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ, એકઝીબીશન, રેલી, સ્ટોલ વિગેરેનું આયોજન કરી ૨૮૪ પ્રોગ્રામ યોજી ૨૧૪૬૯૩૯ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. આમ કુલ ૩૭૩૭વિવિધ કાર્યક્રમો યોજી રાજયના તમામ ગામડાઓમાં ફરી મહતમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે.

આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ દ્વારા આકાશવાણી, વિવિધ રેડિયો તથા દૂરદર્શન પર આ કેમ્પેઈન દરમિયાન વિવિધ તારીખોએ કાનૂની સેવા સતા મંડળો દ્વારા આપવામાં આવતી મફત અને અસરકારક કાનૂની સેવાઓ તથા સામાન્ય વ્યકિતને સ્પર્શે તેવા કાનૂની વિષયો ઉપર કાયદાના નિષ્ણાંતો મારફતે ટોકશોનું (સવાલ– જવાબ)નું આયોજન કરેલ છે. જે અન્વયે પણ મહતમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને તેમના અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો એક સુંદર અભિગમ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરાંત અન્ય દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમો થકી પણ આ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં વિવિધ સોશ્યલ મીડિયા એપ, રેડિયો ચેનલ, ડીઝીટલ મીડિયા વિગેરે થકી કાનૂની સેવા સતા મંડળના અધિનિયમ, ૧૯૮૭ હેઠળ કોને અને કેવી રીતે કાનુની સહાય મળી શકે તેની જાણકારી આપવામાં આવે છે. સદર પ્રેસનોટના માધ્યમથી ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળના પેટ્રન ઈન ચીફ ન્યાયમૂર્તિ અરવિંદકુમાર, ચીફ જસ્ટીશ ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ આર.એમ. છાયા તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણી દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારના કાનૂની પ્રશ્ન, કાનૂની મૂંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના કાનૂની સેવા સંસ્થાનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/