fbpx
અમરેલી

ધારા સભ્ય ઠુંમર ની પેટ્રોલ ડીઝલ ના અસહ્ય ભાવ વધારા ને લઈ મોદી સરકાર ને અપીલ

લાઠી બાબરાનાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરએ આજરોજ અત્રે જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નિવડેલી મોદી સરકારે મે-૨૦૧૪ થી ઓકટોબર-૨૦૨૧ સુધીના સાત વર્ષ ઉપરાંતના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ રેકોર્ડ સ્તર નીચી સપાટીએ ઘટવા છતાં ઘરઆંગણે (દેશમાં) પેટ્રોલ અને ડીઝલનાં ભાવો ઘટાડવાના બદલે એકસાઇઝ ડ્યુટીમાં તબકકાવાર વધારો કર્યે રાખી અઢીસો ટકા જેટલો ધરખમ વધારો કર્યો અને પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારી દેશની જનતાના ખિસ્સા ખંખેરી સરકારી તિજોરી ભરવાનું અને દેશની જનતાના પૈસે તાગડધિન્ના કરવાનું મુનાસીબ માન્યું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં દેશની ઓઇલ માર્કેટીંગ કંપની (IOCL – HPCL અને BPCL વગેરે)ઓને પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવાની ફરજ પડતાં દેશમાં દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતો આસમાને આંબી ગયા તેથી પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણ ગેસ સહિત તમામે તમામ ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારા અને કમરતોડ મોંઘવારીથી ત્રાહિમામ દેશની ગરીબ અને મધ્યમ વર્ગની જનતા મોદી સરકાર સામે સખ્ત રોષે ભરાઇ છે. તેનો પડઘો દેશના કેટલાક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની ત્રણ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી ૨૯ બેઠકોની પેટા ચુંટણીમાં પડતાં ભાજપનો કારમો પરાજય થયો તેથી અને આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં યોજાનાર પાંચ રાજયો (ઉત્તરપ્રદેશ – ઉત્તરાખંડ – પંજાબ – ગોવા અને મણીપુર) ની વિધાનસભાની ચુંટણીમાં હારના ડરથી મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટાડવા એકસાઇઝ ડ્યુટીમાં મામુલી ઘટાડો કર્યો છે જે દેશની જનતાને બેવકુફ બનાવવા બરાબર છે.

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પર માત્ર દસ રૂપિયા અને ડીઝલ પર ફકત ત્રણ રૂપિયા ને પચાસ પૈસા એકસાઇઝ ડ્યુટી વસુલવામાં આવતી હતી તેને બદલે મોદી સરકારે માત્ર સાત વર્ષમાં પેટ્રોલ પર બત્રીસ રૂપિયા અને ડીઝલ પર એકવીસ રૂપિયાને એંસી પૈસા જેટલી અસહ્ય એકસાઇઝ ડ્યુટી વસુલીને દેશની જનતાના ખિસ્સા ખંખેરી, સરકારી તિજોરી ભરી પ્રજાના પૈસે તાગડધિન્ના જ કર્યો છે તેને બદલે મોદી સરકારે દેશની પ્રજાના હિતમાં મે-૨૦૧૪ માં પેટ્રોલ અને ડીઝલ પર જેટલા પ્રમાણમાં એકસાઇઝ ડ્યુટી વસુલવા અથવા તો પેટ્રોલ અને ડીઝલનો GST ના માળખામાં સમાવેશ કરવા અને મોંઘવારી પર અંકુશ મેળવવા મોદી સરકારને દેશની પ્રજાના હિતમાં અપીલ કરૂં છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/