fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૯ સેન્ટરો પર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ

ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૧૮૦૧૭ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી  માટે તા.૧ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૦૧૭ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. અમરેલી જિલ્લાના તાલુકા કક્ષાના ૯ સેન્ટરો પર આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ખેડૂતોને એસ.એમ.એસ થી જાણ કરી ખરીદી માટે બોલાવ્યા છે. તાલુકા કક્ષાના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોના ભાડા ખર્ચમાં પણ ઘટાડો થશે અને ટેકાના ભાવે મગફળી મણના રૂ.૧,૧૧૦નો ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા પોતાની મગફળી લાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/