fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી મકવાણાની અધ્યક્ષતામાં નિરામય ગુજરાત અભિયાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં આજે અમરેલીની શ્રી ટી. પી. શ્રીમતી એમ.પી. ગાંધી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત નિરામય ગુજરાત અભિયાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન આપતા પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા બિનચેપી રોગોની તપાસ લોકોના ઘરે જઈને થાય અને તપાસ થયા બાદ યોગ્ય નિદાન થાય અને વ્યવસ્થિત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ખૂબ જ સારી રીતે કરી છે. વર્ષો પૂર્વે મોટા ખર્ચ ન કરી શકવાના પરિણામે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મા અમૃતમ યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ અમલી કરી અનેક પરિવારોના પોતાના બીમાર સભ્યોને આપણે બચાવી શક્યા છીએ.

મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભવશ્રીઓના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ, ડીઝીટલ હેલ્થ આઈડી કાર્ડ અને માં અમૃતમ પીએમજેએવાય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વેબકાસ્ટના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, આરોગ્ય સમિતિના ચેરમનશ્રી, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના તેમજ પંચાયત અને નગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નિરામય યોજના જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી શરૂ કરવામાં આવી  છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે  બી.પી. લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.

નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં ૪૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૩ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ૧ મેડીકલ કોલેજ તેમજ ૨૪૮ પેટા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ નિરામય દિવસ અંતર્ગત દર શુક્રવારે કેમ્પનું આયોજન કરવામાં આવી રહયું છે. અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં કુલ ૧૦૫ કેમ્પોનું આયોજન કરી કુલ ૨૩૭૦ લાભાર્થીઓએ આ કેમ્પોમાં લાભ લીધો છે. હાલ અમરેલી જિલ્લામાં ડાયાબિટીસના કુલ ૫૯૮૪ દર્દીઓ અને હાયપરટેન્શનનાં કુલ ૪૩૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/