fbpx
અમરેલી

અમરેલી ના યુવક જય કાથરોટિયા એ ૪૦ અનાથ બાળકો સાથે વન ડે પિકનિક અને પીઝા પાર્ટી કરીને જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી

અમરેલી યુવક જય કાથરોટિયા એ ૪૦ અનાથ બાળકો સાથે વન ડે પિકનિક અને પીઝા પાર્ટી કરીને જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી.યુવાનો માટે જન્મ દિવસ એટલે જાહો જલાલી અને મોજ મસ્તી હોટેલો માં ભાઈબંધો અને બહેનપણીઓ સાથે જલસા કરવાના અને  પૈસા નો વ્યય કરવાનો. પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે પણ ઘણા યુવાનો બીજા ને ખુશી આપીને આપવાનો આનંદ કરતા હોય છે. જય કાથરોટીયા એલ. જે.  યુનિવર્સિટી ના વિદ્યાર્થી છે અને દર વર્ષે પોતાનો જન્મદિવસ કંઇક અલગ રીતે ઉજવે છે. તેમને પોતાના આગળના વર્ષના જન્મદિવસે ઝૂંપપટ્ટીના બાળકો માટે થિયેટર નો આખો ફિલ્મ શો બુક કરાવ્યો હતો. આ ઉપરાંત અમુક ઝૂંપપટ્ટીના બાળકોને બર્ગર ખવડાવી તેમજ તેમને પુસ્તકો આપીને તેઓ જન્મદિવસ ની ઉજવણી કરતા હતા.
આ વર્ષે  જયે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૪૦ અનાથ બાળકો ફરવા લઈ જવાનો તેમજ પીઝા પાર્ટી આપવાનો સંકલ્પ કર્યો. તેઓ ૪૦ અનાથ બાળકોને અડાલજ ની વાવ તેમજ ત્રિમંદિર જેવા અમદાવાદ ના ફરવાલાયક સ્થળો એ ફરવા માટે લઈ ગયા બધા વિદ્યાર્થીઓ આખો દિવસ આનંદ સાથે હરીફરીને મજા મેળવી. ત્યારબાદ તેઓ માટે રેસટોરન્ટમાં ૧૦૧ થી વધારે અનલિમિટેડ વાનગીઓ નો ખજાનો તૈયાર હતો. બધા બાળકોએ કેક, સ્ટાર્ટર, સૂપ, પીઝા અને આઈસ્ક્રીમ ની મનમૂકીને મજા માણી. વિદ્યાર્થીઓ ના મતે આજનો દિવસ તેમના માટે જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો.આ વર્ષે તેમણે જન્મદિવસ માં તેઓ જે રીતે જન્મદિવસ ઉજવે છે તે રીતે પોતાનો જન્મદિવસ ઉજવવા બીજા ૨-૩ મિત્રો ને પણ પ્રેરણા આપી અને ૧૩ તારીખે જેમનો જન્મદિવસ હોય તેવા લોકો ને પણ વર્ચ્યુલી સાથે જોડ્યા. યશ, કૃતિમેડમ અને કનૈયાલાલ અંકલ પણ તેમની સાથે વર્ચયુલી જોડાયા અને બાળકો સાથે વિડિયો કોલ થી વાતો કરી હતી.વ્યસન અને શોખ પાછળ પૈસા વેસ્ટ કરવાને બદલે હું આવા સત્કાર્યો માં પૈસા ઈનવેસ્ટ કરું છું.આજના યુવાનો પોતાના વ્યસન અને શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. એવા સમયમાં આવા બાળકો સાથે મારા જન્મદિવસ ની ઉજવણી કરી ને આપવાનો આનંદ પ્રાપ્ત કરું છું. આજ ના દિવસે એક અનાથ બાળક ખુશી ના આંસુ સાથે  મારી પાસે આવીને બોલ્યો, ” થે ન્ક્યું. તમે મારું સપનું પૂરું કરી દીધું , નાનપણ થી મારી ઈચ્છા હતી કે હું પણ મોટા રેસ્ટોરન્ટ માં જઈને જમુ એ ઈચ્છા તમે આજે પૂરી કરી દીધી”. બસ આ પળ મારા માટે જીવનની શ્રેષ્ઠ  પળ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/