fbpx
અમરેલી

અમરેલીમાં બાકી વેરો વસુલવા પાલિકાએ શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝને સીલ મારવાની કામગીરી કરી

અમરેલી શહેરનાં વિકાસકામોને વેગવંતા બનાવવા સ્‍થાનિક સ્‍ત્રોતની આવક એકમાત્ર વેરા તેમજ ભાડાની બાકી રકમ રૂા. 8 કરોડ વસુલવા અમરેલી પાલિકા ઘ્‍વારા બાકીદારો ઉપર તવાઈ લાદવા આકરા પગલા ભરવામાં આવી રહેલ છે. બાકીદારોને નોટીસો આપવા છતાં પણ બાકી રકમ ભરપાઈ કરવાની દરકાર નહી રાખનારા આસામીઓની મિલ્‍કત સીલ કરવી, જપ્‍તી કરવી તેમજ નળજોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાયેલ હતી. જેમાં ખ્‍યાતનામ વેપારી સોનપાલ બ્રધર્સની શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝને પોલીસ ઘ્‍વારા સીલ કરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયેલ હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી નગરપાલિકા હદ વિસ્‍તારનાં રહિશોને એક તરફ સુવિધા જોઈએ છે જયારે બીજી તરફ પાલિકાનાં કરવેરા ભરવામાં ડાંડાઈ કરવામાં આવી રહેલ છે. શહેરીજનો પીવાના પાણી અને સફાઈ અંગેની માંગણીઓ દોહરાવે છે પરંતુ પાણીવેરો ભરવામાં ઉદાસીનતા અને નબળીમાનસિકતા ધરાવી ફકત પાલિકાની સેવાઓ લેવામાં પાવરધા છે. શહેરમાં હાલ ર1 કરોડનાં ખર્ચે શહેરીજનોની સુખાકારી અર્થે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સરકારની ગ્રાન્‍ટમાં પંદર ટકા જેટલી રકમ પાલિકાએ ભેળવવાની હોય છે. આટલી મોટી રકમ માટે સ્‍થાનિક આવકનો સ્‍ત્રોત મિલ્‍કતવેરો અને ભાડાની રકમ ઉપર જ મદાર હોવાથી પાલિકાનાં ચીફ ઓફિસર ઉદય નસીત તેમજ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ બાકી વસુલાત માટે તાકીદ કરવામાં આવેલ હતી. અને સાથો સાથ કોઈપણની શેહ-શરમ રાખ્‍યા વગર વસુલાતની કામગીરી કરવા પણ આહવાન કરવામાં આવેલ હતું. જેથી વેરા અધિકારી દિલીપ વઘાસીયા, એ.વી. મસે, ભરત દુધરેજીયા, વિજય બુચ, વિજય ગોસાઈ તેમજ પાલિકાનાં તમામ કર્મચારીઓ ઘ્‍વારા ખાસ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં વેરાની બાકી રકચ રૂા. 7.પ0 કરોડ અને ભાડાની બાકી રકમ રૂા. પ0 લાખની વસુલવી કરવા પાંચ હજાર બાકીદારોને નોટીસો ફટકારવા છતાં પણ બાકી રકમ ભરવાની દરકાર નહી કરનારા સામે કડક હાથે કામ લેવા કાર્યવાહીમાં સૌરાષ્‍ટ્રના પ્રખ્‍યાત વેપારી સોનપાલ બ્રધર્સનાં ભરતભાઈ નંદલાલ સોનપાલ અને મનોજ વસંતલાલ સોનપાલની શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝની બાકી વેરાની રકમ રૂા. 8 લાખ વસુલવા સીલ કરવામાં આવેલ હતી. શહેરનાંવિકાસમાં બાકીદારોએ સહયોગ આપી પોતાની નૈતિક ફરજ અદા કરવી જોઈએ અન્‍યથા પાલિકા ઘ્‍વારા આકરા પગલા ભરવામાં આવશે. જેમાં મિલ્‍કત જપ્‍તી, સીલ અને નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/