fbpx
અમરેલી

લાઠી તાલુકાના આચાર્યશ્રીઓની શૈક્ષણિક ચિંતન શિબિર વિપુલભાઇ દુઘાત, ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીના અઘ્યક્ષ સ્થાને યોજાઇ

લાઠી તાલુકાના આચાર્યશ્રીઓની શૈક્ષણિક ચિંતન શિબિર  માન. વિપુલભાઇ દુઘાત, ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીના અઘ્યક્ષ સ્થાને યોજાઇલાઠી તાલુકાની ૬૮ પ્રા.શાળાઓના આચાર્યની શૈક્ષણિક ચિંતન શિબિર અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઇ દુઘાતના અઘ્યક્ષસ્થાને યોજાઇ આ ચિંતન શિબિરમાં લાઠી તાલુકાના તાલુકા ઘટક સંઘ, શૈક્ષિક મહાસંઘ, લાઠી ઉત્કર્ષ મંડળ(એસ.સી.,એસ.ટી.), અને અમરેલી શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ દ્રારા ચેરમેનશ્રી વિપુલભાઇ દુઘાતનું સન્માન કરવામાં આવેલ. હિતેષભાઇ સોરઠીયા દ્રારા શબ્દોથી સ્વાગત કરીને લાઠી તાલુકામાં પ્રથમવાર ઉ૫સ્થિત રહેનાર ચેરમેન સાહેબને આવકારવામાં આવ્યા. આ તકે ટી.પી.ઇ.ઓ.શ્રી ગોપાલભાઇ અઘેરા દ્રારા સાલ અને પૂસ્તકથી શ્રી ચેરમેનસાહેબનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ. બી.આર.સી.કો-ઓર્ડીનેટર એસ.આર.લોહીયા દ્રારા લાઠી તાલુકાની શૈક્ષણિક સિઘ્ઘીઓ રજુ કરવામાં આવી.

ટી.પી.ઇ.ઓ.શ્રી ગોપાલભાઇ અઘેરા દ્રારા વહીવટી કામગીરીમાં તાલુકાની ઝાંખી રજુ કરવામાં આવી.  માન.અઘ્યક્ષશ્રી વિપુલભાઇ દુઘાત દ્રારા રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ઓનલાઇન શિક્ષણ, સમયદાન, સમિતિને લગતા વિવિઘ પ્રશ્રનો, વ્યસનમુકિત દરેક ગામના મેઇન રોડ ઉ૫ર જિલ્લા શિક્ષણ સમિતિની શાળાનું બોર્ડ મુકવા બાબતે, પીયરગૃપ લર્નિંગ, પ્રવૃતિ લક્ષી શિક્ષણ, સામાજિક સંસ્કારોનું ચિંતન, આરોગ્ય તપાસણી, એસ.ઓ.ઇ. શાળાઓ બાબત., અને કોરોના કાળમાં શાળાઓ બંઘ રહી છે. ત્યારે શિક્ષણ સુઘારણા બાબત વિગતવાર ચર્ચાઓ કરી માર્ગદર્શન આ૫વામાં આવ્યુ. આ શૈક્ષણિક ચિંતનમાં હરેશભાઇ રૂપાલા, વિજયભાઇ મકવાણા, રમેશભાઇ ૫રમાર, પિયુષભાઇ વિરડીયા, બુઘાભાઇ વાઘેલા અને સંગઠનના વિવિઘ હોદેૃદારો હાજર રહયા હતા. આ તકે જિલ્લા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રી ઘીરૂભાઇ કોટડીયા દ્રારા આભારવિઘિ કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/