fbpx
અમરેલી

જાફરાબાદમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બે વીજપોલને ભારી નુકશાન

જાફરાબાદ શહેરમાં તાલુકા પે શાળા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બે વીજપોલને પણ જમીનમાંથી ઉખાડીને ફેંકી દીધા હતા. આજે સોમવારે વહેલી સવારે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, આ વૃક્ષ પીજીવીસીએલના વીજતાર પર પડતાં બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જો કે વહેલી સવારે લોકોની અવર-જવર નહિવત હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. પરંતું બે દુકાનોને સામાન્ય નુકશાન થવા પામ્યું હતું. શહેરની તાલુકા પે સેન્ટર સ્કૂલમાં આવેલું આ વર્ષો જુનું પીપળાનું વૃક્ષ હતું.
અવારનવાર દરીયાઇ આફતથી પ્રભાવિત થયેલી જાફરાબાદ તાલુકમાં તાઉતે વાવાઝોડા માં ભારે જાનમાલનું નુકસાન થયું હતું, ત્યારે આ વિસ્તારમાં હજુ પણ જર્જરિત વૃક્ષો મોટા પ્રમાણમાં આવેલા છે. ત્યારે આ ઘટનાની જાણ પીજીવીસીએલ થતા તુરંત જ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકાની ટીમના સભ્યો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માર્ગ શરૂ કરવા કામગીરી શરૂ કરી માર્ગ ખુલ્લો કર્યો હતો.
નોંધનીય છે કે જાફરાબાદથી રાજુલા સુધીના માર્ગ ઉપર વર્ષો જુના અનેક વૃક્ષો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જે ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. જેથી તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાકીદે તેમને હટાવી લેવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/