fbpx
અમરેલી

જનકલ્યાણના કાર્યો માટે લોકપ્રતિનિધિઓ અને તંત્રના અધિકારીઓનું ટીમવર્ક જરૂરી : રાજ્ય

અમરેલી ખાતે ૧૧.૮૬ કરોડના ૨૯૦ જેટલા રોડરસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી મોરડીયા

અમરેલીના જેસીંગપરા ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૧.૮૬ કરોડના ખર્ચે તૈયાર થનાર ૨૯૦ જેટલા રોડરસ્તાના કામોના પ્રતીક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પ્રાસંગિક ઉદબોધન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ હોય કે વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી હોય, બધાના ટીમવર્ક થકી જ આજે આટલા મોટા રોડરસ્તાના કામો હાથ ધરવામાં સફળ થયા છીએ. આવનારું વર્ષ જેસીંગપરાના રહીશો માટે સુંદર અને સુવિધાસભર રહેશે અને જેસીંગપરાની વિસ્તારની રોનક બદલશે. મંત્રીશ્રીએ જનહીતલક્ષી કાર્યો સમયસર પૂર્ણ કરી લોકોને સુવિધાઓ પુરી પાડવા બદલ પદાધિકારીઓ અને તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જનકલ્યાણના કાર્યો માટે લોકપ્રતિનિધિશ્રીઓ અને તંત્રના અધિકારીશ્રીઓનું ટીમવર્ક જરૂરી છે.

નોંધનીય છે કે અમરેલી શહેરમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત મંજુર કરવામાં આવેલા ૧૧.૮૬ કરોડના રોડરસ્તાના કામો થકી અમરેલી શહેરના લગભગ ૨૫% થી વધુ શહેરીજનોને લાભ મળશે.

ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી અને જેસીંગપરા વોર્ડના સદસ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં રહીશો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/