fbpx
અમરેલી

તસ્કરનો PSI ઉપર હુમલો, PSIનો સ્વબચાવ માટે ફાયરીંગ, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

પીપાવાવમાં બેંકમાં ચોરીના ઈરાદે ઘૂસેલા તસ્કરે PSI ઉપર સળિયા વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે PSIએ સ્વબચાવ માટે ફાયરીંગ કર્યું હતું ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકની શાખામાં ચોરીના ઈરાદે એક તસ્કર ઘૂસતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બેંકમાં તસ્કર ઘૂસ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસની ટીમે બેંકને કોર્ડન કરી લીધી હતી. આ દરમિયાન તસ્કરે સળિયા વડે પીએસઆઈ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપી ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. ચોરી કરવા ઘૂસેલો તસ્કર ટ્રક ડ્રાઈવર અને પંજાબનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

પીપાવાવ પોર્ટ પર આવેલી એક્સિસ બેંકની શાખામાં સવારના ભાગે એક શખ્સ ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. બેંક બિલ્ડીંગના પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી તસ્કર બેંકમાં પ્રવેશ્યો હતો. જો કે, ટેક્નોલોજીના માધ્યમથી બેંકની મુખ્ય શાખાને અજુગતુ બન્યાની જાણ થતા તેને તુરંત જ અમરેલી પોલીસને સંપર્ક કરી જાણ કરી હતી. સવારના સમયે બેંક બંધ હતી, મુખ્ય દરવાજો પણ બંધ હતો. પરંતુ, તસ્કર પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી બેંકમાં પ્રવેશ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે બેંકને કોર્ડન કરી લીધી હતી. બેંકને કોર્ડન કરી પોલીસે તપાસ કરતા જ બેંકમાં ઘૂસેલા આરોપીએ સળિયા વડે PSI પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ખૂંખાર શખ્સને કાબૂમાં કરવા માટે PSI દીપસિંહ તુવરે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.ફાયરિંગમાં આરોપીને પગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પીપાવાવની એક્સિસ બેંકમાં ચોરીના ઈરાદે ઘૂસેલો જે આરોપી ઝડપાયો છે તેનું ધર્મપ્રીતસિંગ અને તે પંજાબનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ટ્રક ડ્રાઈવીંગ કરે છે તે પીપાવાવમાં ટ્રક લઈને જ આવ્યો હોવાનો ખુલાસો થયો છે.ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય, LCB, SOG પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના પોલીસ સ્ટેશન અધિકારીઓ પણ મદદ માટે દોડી ગયા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને બેન્ક તરફથી કાયદેસરની ફરિયાદ પોલીસખાતામાં નોંધાવી હતી. માટેની કાર્યવાહી શરૂ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/