fbpx
અમરેલી

વાંચે ગુજરાત’ ઉક્તિને સાર્થક કરતી સાવરકુંડલા શહેરની કાણકિયા કોલેજની  રીડિંગ ક્લબ

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અભ્યાસ સહ ઘણી બધી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે,જેમાં રીડિંગ ક્લબનો સમાવેશ થાય છે.રીડિંગ ક્લબની આ પ્રવૃત્તિ હેઠળ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં રીડિંગ અને બુકટૉકની એક્ટિવિટી કરાવવામાં આવેલ, જેમાં આશરે ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. 

સર્વપ્રથમ દરેક વિદ્યાર્થીઓને જુદા જુદા પુસ્તક અને મેગેઝીન આપવામાં આવેલ અને દસ મિનિટ તે પુસ્તક કે મેગેઝીનનું વાચન કર્યા બાદ ‘બુક ટોક’ હેઠળ તેમણે જે વાંચ્યું, સમજ્યું,અનુભવ્યું તે પોતાના શબ્દોમાં વિવરણ રજૂ કરેલ. આ રીતે એક સરસ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને વાંચવાની અને અભિવ્યક્તિની તક મળી. આજના સમયમાં વિદ્યાર્થી લાઇબ્રેરીથી અને વાંચનથી ઘણો દૂર થઈ ગયો છે, વિદ્યાર્થીઓને વાંચતા કરવા એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે ત્યારે વાંચે ગુજરાત ઉક્તિને સાર્થક કરતા આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.  બુક ટોકના આ કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ સંતોષ મિશ્રિત આનંદની લાગણી પ્રકટ કરેલ અને આ પ્રવૃત્તિ નિયમિત કરાવવામાં આવે તેઓ ઉત્સાહ પ્રગટ કરેલ.

 આ પ્રવૃત્તિનું વિચાર બીજ કોલેજના પ્રિન્સિ. ડો.એસ.સી.રવિયા દ્વારા રોપવામાં આવ્યું હતું  અને તેમના જ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના ફેકલ્ટી ડૉ. હરેશભાઈ દેસરાણીએ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ. લાઇબ્રેરી હેડ પ્રો.વિપુલભાઈ ચૌહાણ તેમજ કોલેજના સ્વયંસેવકો નીનામાં અભય અને ચાવડા શિવમ વગેરેએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ તેમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/