fbpx
અમરેલી

બાબરા તાલુકાના કરીયાણા ગામે સવા કરોડ ના ખર્ચે સુવિધાપથ માર્ગ બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાતમુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો

બાબરા તાલુકાના કરીયાણા ગામે સવા કરોડ ના ખર્ચે સુવિધાપથ માર્ગ બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યોતાલુકાના કરીયાણા,થોરખાણ,ખંભાળા,કોટડાપીઠા અને ગરણી સહિતના માર્ગોનું જિલ્લા પંચાયતમાંથી અપગ્રેડ કરાવી ૬૭ કરોડના માર્ગો પૂર્ણ કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી બાબરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ન ભૂતો ન ભવિષ્ય તરીકે માર્ગોનું આયોજન કરી કામગીરી પૂર્ણ કરાવેલ છે તાલુકાના મોટા ગામડાં હોય કે છેવાડાના ધારાસભ્યની ગ્રાન્ટ,રાજ્ય સરકારમાંથી મંજૂરી મેળવી તેમજ જિલ્લા અને તાલુકાના આયોજન અને એટીવીટી સહિતની અન્ય યોજનાના ગામના લોકોને લાભ અપાવી ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ પુલ કોઝવે અને માર્ગો નું નિર્માણ કર્યું છે જુના ગામમાં જોડતા માર્ગો નું નોનપ્લાનમાં સમાવેશ કરી લોકોને રોડ રસ્તાઓ લાભ આપવામાં આવ્યો છે તેમજ જરૂર હોય તેવા ગામમાં સુવિધાપથ રોડ આપી ગામના લોકોનો કાયમી સમસ્યાઓમાંથી છુટકારો આપ્યો છે


   બાબરા તાલુકાના કરીયાણા ગામે ગામની અંદર આવેલ માર્ગ ડામર હોવાથી અહીં ગામનું પાણી તેમજ વરસાદનું પાણી આવતા ડામર ધોવાય જાય અને માર્ગ બિસમાર બને છે જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ  સ્થાનિક ગામના લોકોનો ભારે હાડમારીનો સામનો કરવાની ફરજ પડે છે કરીયાણા ગામના સ્થાનિક લોકો અને અગ્રણીઓની સતત રજુઆત અને  લોકલાગણીને ધ્યાને રાખી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારમાંથી રૂપિયા સવા કરોડના  ખર્ચે દોઢ કિલોમીટર લાંબો અને પાંચ મીટર પહોળાઈ નો  સુવિધાપથ માર્ગ મંજુર કરાવતા ગામના સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી ગામ લોકો દ્વારા વર્ષોથી અહીં સુવિધાપથ માંગવામાં આવતો હતો પણ તંત્ર રજુઆતના ધ્યાને લેતું નોહતું અને ડામર રોડ બનાવી આપતું હતું જે એક વર્ષમાં ફરી તૂટી જતો અને પ્રશ્ન એનો એ રહેતો હવે સુવિધાપથ માર્ગ બનતા ગામના લોકોનો ને કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ આવ્યો છે જેથી લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી  

બાબરાના કરીયાણા ગામે સુવિધાપથનું આજે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે સવા કરોડ ના ખર્ચે આવડો મોટો સુવિધાપથ કરીયાણા ગામને મળ્યો છે તે કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ બનાવ હશે માર્ગ સમય મર્યાદામાં અને ગુણવત્તા યુક્ત બને તેની પૂરતી કાળજી લેવા સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાકરને સૂચનાઓ પણ આપેલ હતી   કરીયાણા ગામે સુવિધાપથ માર્ગના ખાત મુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ ભરતભાઇ,અશોકભાઈ ખાચર,હરેશભાઈખાચર,પ્રવીણભાઈ ચાંવ, બક્ષીપંચ અગ્રણી વલ્લભભાઈ ઈશ્વરિયા સરપંચ તેમજ શિવાભાઈ ગેલાણી,કુલદીપભાઈ બસિયા,કિશોરભાઈ દેથળીયા,તથા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ ગ્રામ પંચાયતના સભ્યો સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓને જિલ્લા પંચાયતમાંથી સ્ટેટ માં અપગ્રેડ કરી કામ પૂર્ણ કર્યા છે જેમાં બાબરાથી કરીયાણા,ખંભાળા,કોટડાપીઠા,ગરણી,થોરખાણ,અને છેક સાથળી સુધી જોડતા માર્ગો,નાળા,પુલ અને બ્રિજ નું આશરે ૬૭ કરોડના ખર્ચે કામ પૂર્ણ થયેલ છે આ માર્ગોનું અપગ્રેડ અને નવનિકરણ એ લોકોની માંગ હતી કારણ કે લોકોને મુસાફરીમાં નબલ રસ્તાઓના કારણે હાલાકી અને અકસ્માતનો ભય રહેતો તેમજ નાંળા,પુલ કોઝવે અને બ્રિજ નો હોવાથી ચોમાસામાં ખૂબજ કપરી પરિસ્થિતિ સર્જાતી પણ હવે અહીં માર્ગ બ્રિજ અને નાળાપુલ નું કામ થતા લોકોને કાયમી ધોરણે મુશ્કેલીઓમાંથી છૂટકારો મળ્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/