fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં રેતીની સમસ્યાને લઈ સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રીને અસરકારક રજૂઆત કરી

અમરેલી જીલ્લામાં આગામી ટૂંક સમયમાં જ બ્લોક જાહેર હરરાજી કરવામાં આવશે તેવી માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બંને પદાધિકારીઓને બાહેંધરી આપી છે.

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા ગઈ કાલે તા. રર–૦ર–ર૦રર ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી, કેબીનેટ મંત્રીશ્રીઓ અને રાજય કક્ષાના મંત્રીશ્રીઓને રૂબરૂ મળી અમરેલી જીલ્લાના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી. સાથે જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનભાઈ ગજેરા અને ભાજપ અગ્રણી શ્રી ભનુભાઈ ચોવટીયા સહીતના પધાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
પ્રાપ્ત વિગતોનુસાર અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજયના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અમરેલી જીલ્લામાં રેતીની ગંભીર સમસ્યાઓ અંગે રૂબરૂ અને લેખિત રજૂઆત કરતા જણાવેલ હતુ કે, અમરેલી જીલ્લામાં રેતીની ખુબ જ સમસ્યા હોવાને લીધે ગ્રામ્ય તથા શહેર (સમગ્ર જીલ્લામાં) સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના થી લઈ અન્ય તમામ બાંધકામને લગતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ ઉપરાંત એ.ટી.વી.ટી., તાલુકા આયોજન, જીલ્લા આયોજન, નાણાપંચ, ધારાસભ્યની ગ્રાન્ટ અને સાંસદ ગ્રાન્ટથી લઈ તમામ પ્રકારની ગ્રાન્ટોમાંથી મંજુર કરવામાં આવેલ વિકાસના કામોમાં ખુબ જ વિલંબ થઈ રહયો છે અથવા તો કામો થઈ શકતા નથી.
જીલ્લામાં રેતીના બ્લોક કાયૅરત ન હોવાને લીધે અમરેલી જીલ્લાના વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાથીૅઓ, સરપંચશ્રીઓ અને નાના મોટા બાંધકામ કરતા કોન્ટ્રાકરોને રેતી ખુબ જ ઉંચા ભાવે ખરીદવી પડી રહી છે. ઉપરાંત રેત માફીયાઓ દ્વારા રેતીની થઈ રહેલ કાળાબજારીને લીધે જીલ્લાના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.
સાંસદશ્રી અને જીલ્લા પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ અસરકારક રજૂઆતના અનુસંધાને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક અભિગમ દાખવી અમરેલી જીલ્લામાં આગામી ટૂંક સમયમાં જ બ્લોક જાહેર હરરાજી દ્વારા રેતીની જરૂરી મંજુરીઓની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે તેવી બંને પદાધિકારીઓને બાહેંધરી આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/