fbpx
અમરેલી

ર૧ મી સદીના ભામાશાના અગાધ વતન પ્રેમની અદ્ભુત ગાથા
સુરતના હીરા ઉદ્યોગના મહારથી ગોવિંદભાઈ ધોળકીયાએ પોતાના વતનના ગામ દુધાળાના લોકો પર વર્ષાવ્યો વહાલનો ધોધ

    પોતાના વતનને છોડી ગયેલા વર્ષો પછી પણ વતનની ધૂળને ઝંખતા હોય છે. પોતાના વતનના ગામને છોડી બીજે વસીને સફળતા પામેલ વ્યકિત પોતાની સિધ્ધિની વાતો પોતાના ગામના લોકો જાણે તેવું કાયમ ઈચ્છતી હોય છે પણ, ગંભીર બિમારીમાં સપડાયેલ આવી કોઈ વ્યકિત, જીવન મરણનો સંઘર્ષનો જંગ ખેલી તેમાંથી બહાર નીકળી, સૌપ્રથમ પોતાના વતનના ગામની મુલાકાત લે અને તેના રહેવાસીઓને હદયની લાગણીના ધોધથી ભીંજવી દે તેવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. આવી જ એક ઘટના તા.ર૬મી ફેબ્રુઆરીના રોજ, અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં બની. 
    આ ગામમાં જન્મી મોટા થયેલા અને હાલ સુરત સ્થિત, ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મોખરાનું સ્થાન ધરાવનાર રામકૃષ્ણા એક્ષપોર્ટના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકીયા તાજેતરમાં જ લીવર ટ્રાન્સપ્લાન્ટની ખુબજ જુજ થતી અને જોખમી શસ્ત્રક્રિયામાંથી હેમખેમ સાજા થઈ બહાર આવ્યાં છે. નખશીખ સજજન અને ભુતકાળમાં જેમણે અનેક સામાજીક કાર્યોમાં દિલ ખોલી દાન આપ્યું છે તેવા ગોવિંદકાકાને જયારે ડોકટરોએ ઓપરેશન પછી બહાર નીકળવાની છૂટ આપી ત્યારે તેમણે સૌપ્રથમ સુરત બહાર પોતાના વતન એવા લાઠી તાલુકાના દુધાળા ગામમાં ત્યાંના લોકો સાથે સમય પસાર કરવાની ઈચ્છા વ્યકત કરી. ગોવિંદકાકા જયારે સુરતની કિરણ હોસ્પીટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ થયેલા ત્યારે દુધાળાના ગ્રામજનોએ તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે સામૂહિક પ્રાર્થના – યજ્ઞ કરેલા.
    અહીં એ ખાસ નોંધવું પડે કે લીવરના પ્રતિરોપણની શસ્ત્રક્રિયા ભારતમાં ખુબ ઓછી જગ્યાએ થઈ શકે છે. ગોવિંદભાઈએ ધાર્યુ હોત તો વિશ્વના બેસ્ટ મેડીકલ સેન્ટરમાં આ સર્જરી કરાવી શકયા હોત પણ તેમણે પસંદ કરી સુરત સ્થિત કિરણ હોસ્પીટલને, જેના તેઓ એક ટ્રસ્ટી અને ઉપપ્રમુખ પણ છે. કિરણ હોસ્પીટલમાં આ અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટનું એક પણ ઓપરેશન કરાયેલ નહોતું. આ બધુ જાણવા છતાં અને કોઈપણ જગ્યાએ આ સારવાર લેવાની પુરી આર્થિક અનુકુળતા હોવા છતાં, ગોવિંદભાઈએ કિરણ હોસ્પીટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના પ્રથમ દર્દી બનવાનું જોખમ લીધું. ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રધ્ધા અને જીવન દરમ્યાન કરેલ અનેક પુણ્ય કાર્યો તથા હજારો લોકોની પ્રાર્થના અને શુભેચ્છાના કારણે તેઓ હવે સ્વસ્થ થઈ ચુકયા છે. સાજા થયા બાદ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરને વધુ સજજ કરવા ૧ કરોડના દાન આપવાની જાહેરાત પણ કરી હતી.
    વતન માટેના  અગાધ પ્રેમે તેમને સાજા થયા બાદ સૌપ્રથમ વતનના ગામ દુધાળા આવવા તો મજબુર કર્યા પણ સાથે સાથે પોતાના હમવતનીઓ માટે તેમના દિલમાં પડેલ લાગણીઓને વ્યકત કરવા, ગામના પાદરમાં તા. ર૬/ર/રરના રાત્રે યોજાયેલ એક સમારંભમાં ગામ માટે અનેક ખુશીઓ વહેંચવાની જાહેરાત કરી. તેમના પરિવારની નવી પેઢીના યુવાન સદસ્યો દ્ધારા દુધાળા ગામ માટે જે જાહેરાતો થઈ તેમાં –

૧) સમગ્ર દુધાળા ગામના તમામ ઘરોને સોલાર સીસ્ટમથી સજજ કરવાની જાહેરાત કરી. જેનો ખર્ચ અંદાજીત રૂા. ૪ કરોડ જેવો થાય છે.
આ કામ પૂર્ણ થયે દુધાળા દેશનું સૌપ્રથમ સોલાર વીલેજ બનશે જયાંના તમામ લોકો પોતાની ઉર્જા સોલાર સીસ્ટમમાંથી મેળવશે.
ર) સમગ્ર દુધાળા ગામને ઈન્ટરનેટ સેવા મળે તે માટે ગામને ફ્રી વાઈફાઈ અપાશે જેનાથી ગામને ડીઝીટલ કનેકટીવીટી ઉપલબ્ધ થશે અને ગામના યુવાનોનુ ઓનલાઈન એજયુકેશન, ટેલી મેડીસીન, ઈ–હેલ્થ તથા ઓનલાઈન બેંકીંગ અને નાણાંની ટ્રાન્સફરની સુવિધા મળશે. આ સમગ્ર વ્યવસ્થા માટે ધોળકીયા પરિવાર લગભગ ૭પ લાખનો ખર્ચ કરનાર છે.
૩) રામકૃષ્ણ એક્ષપોર્ટ દ્ધારા ”લાલજી દાદાનો વડલો” નામથી ચાલતી, લાઠી સ્થિત મેડીકલ સેન્ટર દ્ધારા લાઠી તાલુકાના ગામડાંના લોકોને આવતાં ૧ વર્ષમાં ૧.પ કરોડ રૂપિયાની દવાઓ અને સારવાર નિ:શુલ્ક અપાશે.
૪) પોતાના આરોગ્ય માટે પ્રાર્થના કરી લાગણી વ્યકત કરનાર દુધાળાની દરેક વ્યકિતને તેમની ઉંમર પ્રમાણે રોકડ ભેટ આપવાની જાહેરાત કરી છે જેનો ખર્ચ અંદાજે ર કરોડ રૂપિયા જેટલો થશે.
આમ ગોવિંદકાકાના અગાધ વતનપ્રેમને કારણે દુધાળા ગામ દેશનું સૌપ્રથમ સોલાર અને ડીજીટલ વીલેજ બનનાર છે. આ જાહેરાતો વખતે યોજાયેલ કાર્યક્રમમાં અમરેલીના સેવાભાવી તબીબ અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે, ગોવિંદકાકાની સેવા ભાવનાની સરાહના કરતાં કહેલું કે, માતૃભુમિનું ૠણ ચુકવવાની આ ઘટના માત્ર અમરેલી કે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં સૌપ્રથમ બની રહેશે. ડો. કાનાબારે આશા વ્યકત કરી કે ગોવિંદકાકાનું આ ઉદાહરણ, બીજા અનેક સાધન સંપન્ન લોકોને પ્રેરણા આપશે અને જો તેઓ તેનું અનુકરણ કરે તો ભારતના તમામ ગામ દુધાળા બની જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/