fbpx
અમરેલી

ખેલ મહાકુંભ અંતર્ગત ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ રમત સ્પર્ધાઓનું આયોજન કરાશે

khelmahakumbh.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

કોઈ ટેકનિકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક સાધી શકાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ – ૨૦૨૨નું આયોજન સમગ્ર રાજ્યમાં તથા અમરેલી જિલ્લા ખાતે થનાર છે.

આ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ khelmahakumbh.gujarat.gov.in દ્વારા કરી શકાશે.અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, સ્પર્ધામાં ભાગ લે અને ખેલ મહાકુંભને જ્વલંત સફળતા મળે તે માટે રજીસ્ટ્રેશન કરવા તથા સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રજીસ્ટ્રેશન કરવા અંગે કોઈ ટેકનીકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન અમરેલી નો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ચિતલ રોડ અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/