fbpx
અમરેલી

તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર મકવાણા ની અધ્યક્ષતા માં ભૂરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું.

દામનગર ભૂરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું.અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકરીશ્રી ડો.  જયેશ પટેલ ની સૂચના થી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ની અધ્યક્ષતા માં ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે લાઠી તાલુકા ના આશા સંમેલન નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં મંદિર ના ટ્રસ્ટી અને તાલુકા પંચાયત ના સભ્યો સ્થાનિક અગ્રણી એ દીપ પ્રાગટ્ય બાદ ડો. મકવાણા દ્વારા કોરોના ના કપરા કાળ માં પણ સમાજ ના છેવાડા ના માનવી સુધી આરોગ્ય ની તમામ સેવાઓ મળી રહે તે માટે આશા બહેનો દ્વારા કરાયેલ કામગીરી ને બિરદાવી હતી.

તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા અને ફેસિલીટેટર બહેનો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ડો. શીતલ રાઠોડ અને યાસ્મીન ખોખર દ્વારા આશા બહેનો ને એક્ટિવ ટીબી સર્વે, કોરોના રસીકરણ, માતા અને બાળ આરોગ્ય ને લગતા તમામ કાર્યક્રમો માં આશા ની ભૂમિકા અને તેમને મળતા લાભો વિશે વક્તવ્ય આપેલ હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યોજાયેલ આ સંમેલન માં તમામ આશા બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/