રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા આવેલ સીનીયર સીટીઝન (વૃદ્ધ ખેડુત)ને રીક્ષામાં બેસાડી કપાસ વેચાણના પૈસા ઝુંટવી (ચીલ ઝડપ) કરી નાસી ગયેલ
રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા આવેલ સીનીયર સીટીઝન (વૃદ્ધ ખેડુત)ને રીક્ષામાં બેસાડી કપાસ વેચાણના પૈસા ઝુંટવી (ચીલ ઝડપ) કરી નાસી ગયેલ અજાણ્યા રીક્ષા ચાલક સહિત બે ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી રૂપિયા ૧૮,૫૦૦/- રીકવર કરતી રાજુલા પોલીસ ટીમ
ગઇ તા.૨૫/૦૧/૨૦૨૨ ના બપોરના ત્રણેક વાગ્યે ધુડીયા આગરીયા ગામના પુનાભાઇ કાળાભાઇ કલસરીયા ઉ.વ.૭૫ રહે.ધુડીયા આગરીયા વાળા રાજુલા માર્કેટ યાર્ડમાં કપાસ વેંચી આગરીયા જકાતનાકાથી એક રીક્ષામાં બેસી ધુડીયા આગરીયા ગામ તરફ જતા હતા ત્યારે જાપોદર ગામ નજીક ધાતરવડી નદીના પુલના છેડે રીક્ષા ચાલક તથા અગાઉથી રીક્ષામાં બેસેલ બીજા માણસે રીક્ષા ઉભી રાખી ફરીયાદીના ત્રાંસીયાના ખીસ્સામા રહેલ કપાસ વેંચાણના રૂપિયા ૨૮,૦૦૦/- અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી ફરી.ને રીક્ષામાંથી નીચે ઉતારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ જે અંગે
રાજુલા પો.સ્ટે.માં એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૨૧૧/૨૦૨૨ IPC કલમ ૩૭૯(એ)(૩),૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ.
જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.ડી.જેઠવા તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરીયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની તથા ઓટો રીક્ષાની તપાસ કરી અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરી તેમજ પોકેટ E-GUJCOPની મદદથી સર્ચ કરી આરોપીઓ તથા રીક્ષા નંબર માહીતી મેળવી આરોપીઓેને રૂપીયા ૧૮,૫૦૦/-સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓને હસ્તગત કરી બંને આરોપીઓએ અન્ય કોઇ ગુન્હા કરેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) સોનુ ઉર્ફે ‘’ભુરો’’ કિશોરભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ (૨) અનિલભાઇ લખમણભાઇ પરમાર ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.બંને રાજુલા તત્વ જયોતિ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી
પકડાયેલ બન્ને આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ
આ ગુન્હાના બન્ને આરોપીઓ મિલ્કત સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને રીઢા ગુન્હેગારો હોય બંને આરોપીઓ વિરૂધ્ધ મહેસાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૦૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ તથા આરોપી નં.(૧)ના વિરૂધ્ધમાં ભાવનગર નિલમબાગ પો.સ્ટે (૧)સેકન્ડ ગુ.ર.નં.૫૨/૨૦૧૮ જી.પી.એકટ કલમ ૧૨૨(સી) તથા નાગેશ્રી પો.સ્ટે. (૨) સેકન્ડ ગુ.ર.નં.૦૦૧/૨૦૨૧ જી.પી.એકટ કલમ ૧૨૨(સી) તથા (૩)સેકન્ડ ગુ.ર.નં. ૭૬૮/૨૦૨૧ જી.પી.એકટ કલમ ૧૨૨(સી) તેમજ બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન તેમજ જાહેરનામા ભંગના ગુન્હાઓ રજી. થયેલ છે. પકડાયેલ બન્ને આરોપીઓની ગુન્હો કરવાની રીત (મોડેસ ઓપરેન્ડી)
આ બંને આરોપીઓ રાજુલા માર્કેટીંગ યાર્ડ નજીક રેકી કરી મોટી ઉંમરના વૃધ્ધ ખેડુતો જણસ વેચી બહાર નિકળે એટલે તેમની પાછળ પાછળ જઇ તે ખેડુતને પોતાની રીક્ષામાં બેસાડી અગાઉથી નક્કી કર્યા મુજબ અડધે રસ્તેથી પોતાના સાગરીતને પણ રીક્ષામાં બેસાડી માણસોની અવર જવર ન હોય તેવી જગ્યાએ ખેડુતના પૈસા આંચકી લઇ રીક્ષામાંથી ઉતારી દઇ રીક્ષા લઇ નાસી જવાની ટેવ ધરાવે છે.
આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ તથા પો.સબ.ઇન્સ એસ.ડી.જેઠવા તથા હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ અનોપસીંહ ગગજીભાઇ તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પો.કોન્સ વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ ગોહીલ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે
Recent Comments