fbpx
અમરેલી

સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો થકી જરૂરિયાત મંદ લોકો ને સતત ઉપયોગી થતી સારહી યુથ ક્લબના પ્રેરણા સ્ત્રોત અને પથદર્શક મુકેશ સંઘાણી એક અનોખું વ્યક્તિત્વ છે

કોલેજ કાળ થી મારો તેની સાથે નો મિત્ર તરીકે નાતો રહ્યો છે, હંમેશા કૈક નવું કરવું, યુવાનો ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ, ગરીબો, વંચિતો અને સમાજના જરૂરિયાત મંદ લોકો માટે કાયમ તત્પર રહેવું એ મુકેશ સંઘાણીનો સ્વભાવ છે અને એમાંય કુદરતી આફતોમાં તો સરકાર સાથે ખભે ખભો મિલાવી દુર્ગમ વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણ હોય કે પછી લોકો ને રેસ્ક્યુ કરવાના હોય, મુકેશ સંઘાણી સાથે સારહી યુથ ક્લબના સભ્યો અને શુભેચ્છકો હર હમેશ તૈયાર જ હોય છે.
પશ્ચિમી સંસ્કૃતિ સામે સાંસ્કૃતિક વારસાને જાળવવા શેરી ગરબાઓ ને પ્રોત્સાહિત કરવાના હોય કે તેની માટે ખુબજ મર્યાદા સભર મોટા પાયે નવરાત્રીનું આયોજન કરવાનું હોય, કે પછી અમરેલી શહેર ની જનતા ને ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળા ની ભેટ આપવી હોય કે જેમાં અમરેલી શહેર અને જિલ્લાની જનતા કોઈ પણ પ્રકારના સંકોચ વગર, બીક વગર લોકમેળાની મજા માણી શકે, આ બધું જ આયોજન મુકેશ સંઘાણી માટે જાણે કે જીવનમંત્ર બની ગયો છે.

સારહી યુથ ક્લબ અમરેલી જિલ્લાભર મા ખુબજ સેવાકીય કર્યો કરે છે, વર્ષ દરમિયાન સીવીલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ફ્રુટ વિતરણ કરવામાં આવે છે વર્ષોથી ચાલતા આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ બિરદાવવા લાયક છે.
કોલેજ સમયથી સાથે રહી સેવાકીય સંસ્થાના માધ્યમ થી ઘણા બધા પ્રોજેક્ટના સપનાઓ મુકેશ સંઘાણી સાથે જોયેલા, આજે ખુશી અને આનંદની વાત એ છે કે એ સપનાઓ માં નું એક સપનું નિરાધાર નો આધાર વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે. દ્રઢ મનોબળ અને મક્કમ નીર્ધાર સાથે અમરેલી જિલ્લાની જનતા માટે મુકેશ સંઘાણી વધુ એક સેવા માટે તૈયાર છે.
સેવાઓ બધી ટૂંકાગાળાની હોય છે પરંતુ લાંબા ગાળાની સેવા એટલે તમામ પ્રકારની સુખ સગવડ સાથે વૃદ્ધોને વિનામૂલ્યે ઉમદા સગવડતા પૂરું પાડનાર વૃદ્ધાશ્રમ એટલે નિરાધારનો આધાર વૃદ્ધાશ્રમ, નિરાધારનો આધાર સારહી પરિવાર.
મિત્ર મુકેશને આ ભગીરથ માનવ કાર્ય માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
૧૯૯૮ માં સેવા ના ભાવ સાથે મુઠ્ઠી ભર મિત્રો સાથે શરૂ કરેલી આ સંસ્થા આજે સાગર બની ગઈ છે અને આ સાગરમાં પાણી નો એક લોટો ઉમેરવામાં હું પણ નિમિત્ત રહ્યો છું તેનો કાયમ મને ગર્વ રહેશે. મિત્ર મુકેશ કાયમ સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે અને સમાજ ને કાયમ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી અંતરમન થી શુભેચ્છાઓ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/