fbpx
અમરેલી

આગામી ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં હેલ્થ મેળાઓ યોજાશે

નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન, લેબોરેટરી, દવા અને સારવાર કરાશે

લાભાર્થીઓને યુનિક હેલ્થ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડ સ્થળ પર જ કાઢી અપાશે

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન અમરેલી જિલ્લાના દરેક તાલુકા ખાતે તાલુકા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ એપ્રિલના અમરેલી અને રાજુલા ખાતે, ૧૯ એપ્રિલના બાબરા, લીલીયા અને ખાંભા ખાતે, ૨૦ એપ્રિલના બગસરા અને સાવરકુંડલા ખાતે, ૨૧ એપ્રિલના લાઠી અને કુંકાવાવ તથા ૨૨ એપ્રિલના ધારી અને જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં હેલ્થ મેળાઓ યોજાશે. આ હેલ્થ મેળામાં વિવિધ રોગોનાં તજજ્ઞ ડોકટરશ્રીઓ તેમની સેવાઓ આપવાના હોવાથી વધુમાં વધુ લોકોને આ હેલ્થ મેળાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હેલ્થ મેળામાં યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ પણ લાભાર્થીઓને મેળાનાં સ્થળે જ કાઢી આપવામાં આવશે. જેના માટે લાભાર્થીઓએ ચાલુ વર્ષનો આવકનો દાખલો, રેશનકાર્ડ, આધારકાર્ડ જેવા જરૂરી ડોકયુમેન્ટ સાથે લઈને આવવાનાં રહેશે. આ હેલ્થ મેળામાં તજજ્ઞશ્રીઓ દ્વારા નિદાન, લેબોરેટરી, દવા અને સારવાર બિલ્કુલ ફ્રીમાં કરી આપવામાં આવશે. તેમજ ચેપી રોગો તથા બિનચેપી રોગો વિશે આરોગ્ય જાગૃતિ પુરી પાડવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/